DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

*રાષ્ટ્રીય કક્ષાની પેરા વોલીબોલ ટુર્નામેન્ટમાં જામનગરના ૯૦% અસ્થીવિષયક દિવ્યાંગ ખેલાડીની કરાઈ પસંદગી* 

*રાષ્ટ્રીય કક્ષાની પેરા વોલીબોલ ટુર્નામેન્ટમાં જામનગરના ૯૦% અસ્થીવિષયક દિવ્યાંગ ખેલાડીની કરાઈ પસંદગી*
*તા.૦૨ થી ૦૫ ફેબ્રુઆરી દરમિયાન તમિલનાડુના તંજાવુરમાં ટુર્નામેન્ટ યોજાશે*
જામનગર ( ભરત ભોગાયતા)
 પેરાલિમ્પિક વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આગામી તા.૦૨ ફેબ્રુઆરીથી ૦૫ ફેબ્રુઆરી સુધી પેરિયાર માનામઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ & ટેક્નોલોજી ગ્રાઉન્ડ, તંજાવુર, તામિલનાડુ ખાતે રાષ્ટ્રીય કક્ષાની પેરા વોલીબોલ ટુર્નામેન્ટ યોજાશે. આ પ્રતિયોગિતામાં આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગરના ૯૦% અસ્થીવિષયક દિવ્યાંગ ખેલાડી શ્રી શિવદાસભાઈ આલસુર ગુજરીયાની ગુજરાતની ટીમમાં પસંદગી થવા પામી છે. તેમના અથાક પ્રયત્નો અને મહેનતના પગલે ગુજરાત રાજ્યમાંથી તેમની પસંદગી થવા પર જામનગરનું ગૌરવ વધાર્યું છે. જામનગર જિલ્લા માહિતી કચેરીના માહિતી મદ દનીશ વિરેન્દ્રસિંહ પરમારએ આ સંવેદનાસભર સિદ્ધિને ઉજાગર કરી છે
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી લાલજીભાઈ સોલંકી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, દિવ્યાંગ મહિલા અધિકારી સમિતિના પ્રમુખ શ્રી પ્રફુલાબેન મંગી તેમજ આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ,  જામનગરના સમગ્ર સ્ટાફ વતી ખેલાડી શ્રી શિવદાસભાઈને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે, તેમજ પુરક વિગતો આશાદીપ વિકલાંગ — દિવ્યાંગ સંસ્થાના   પ્રમુખ  સતારભાઈ એમ. દરદાજા .એ પુરી પાડી હતી
*૦૦૦૦૦૦*

[wptube id="1252022"]
Back to top button