SAYLA

સાયલા તાલુકાના ધજાળા કન્યાશાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો.

સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩નો શુભારંભ થઈ રહ્યો છે. આ વર્ષે શાળા પ્રવેશોત્સવનાં યજ્ઞને ૨૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે ફરી એક વખત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્વભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાઇ રહ્યોં છે. ત્યારે સાયલા તાલુકાના ધજાળા કન્યાશાળા ખાતે બાલવાટિકા આંગણવાડી અને ધોરણ એકના બાળકોનો કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં ધજાળા ગામના  સરપંચ શ્રી તથા ઝાલાવાડ ની  વાત ગુજરાતી સમાચારપત્ર ના તંત્રી કિરીટભાઈ ખવડ ,તલાટી કમ મંત્રી શ્રી ,એસએમસીના અધ્યક્ષ , ઉપાધ્યક્ષ ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી તેમજ શાળાના  બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો .કિરીટભાઈ ખવડ દ્વારા શાળા પ્રવેશોત્સવ અંગે ટૂંકમાં માહિતી આપી .બલવાટિકા. આંગણવાડી.ધોરણ ૧ માં પ્રવેશ મેળવતા બાળકોને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ધોરણ ૧ અને આંગણવાડીના બાળકોના નામાંકન કરી શાળા પ્રવેશ અપાવ્યો. તેમજ  વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં ગામના સભ્યો, વાલીઓ ,આગેવાનો અને બહેનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી તથા શાળા પરિવાર દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

અહેવાલ..જેસીંગભાઇ.. સારોલા

[wptube id="1252022"]
Back to top button