NATIONAL

કોસી નદી પર બની રહેલા પુલનો સ્લેબ પડ્યો, એક મજૂરનું મોત

બિહારના સુપૌલમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. કોસી નદી પર બની રહેલા પુલનો સ્લેબ પડી ગયો હતો. આ દુર્ઘટનામાં એક મજૂરનું મોત થયું છે અને ઘણા મજૂરો દટાયા હોવાની આશંકા છે.મળતા અહેવાલ પ્રમાણ સુપૌલ જિલ્લા અધિકારી કૌશલ કુમારે જણાવ્યું હતું કે, ભીજા-બકૌર વચ્ચે મરિચા નજીક એક નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને નવ ઘાયલ થયા હતા.

ઘટનાની જાણ થતાં લોકોની ભીડ ઉમટી પડી હતી. બચાવ ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી ત્વરિત બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલમાં સૌથી પહેલાં કાટમાળ નીચે દટાયેલા મજૂરોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમુક મજૂરોને તો હોસ્પિટલ ખસેડાયા છે. તેને ભારતનું સૌથી મોટું બ્રિજ કહેવામાં આવી રહ્યું હતું. તેની પાછળ 1200 કરોડનો ખર્ચ થવાનો હતો.

જૂન 2023 માં, બિહારના ભાગલપુરમાં નિર્માણાધીન એક પુલ તૂટી પડ્યો હતો. ખાગરિયા-અગુવાની-સુલતાનગંજ વચ્ચે બની રહેલા પુલના તુટી જવાનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં જોવામાં આવ્યું હતું કે થોડી જ વારમાં આખો પુલ ગંગા નદીમાં ડૂબી ગયો. નવાઈની વાત તો એ હતી કે બે વર્ષ પહેલા પણ આ પુલનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. સીએમ નીતિશ કુમારે 2014માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. આ બ્રિજનો કુલ ખર્ચ 1717 કરોડ રૂપિયા હતો. એપ્રિલમાં આવેલા તોફાનના કારણે આ નિર્માણાધીન પુલનો કેટલોક ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો.

ડિસેમ્બર 2022માં પણ બેગુસરાઈમાં ગંડક નદી પરનો પુલ આવી જ રીતે તૂટી પડ્યો હતો. તે પણ ઉદ્ઘાટન પહેલા. ગંડક નદીનો આ પુલ 14 કરોડના ખર્ચે બની રહ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button