WANKANER લિયો કરો વાત વાંકાનેર પંથકમાં વિકસિત સંકલ્પ યાત્રા ની શરૂઆત થતા જ થૂકના સાંધા કરતા કોન્ટ્રાક્ટરો ઝડપાયા!!!

WANKANER લિયો કરો વાત વાંકાનેર પંથકમાં વિકસિત સંકલ્પ યાત્રા ની શરૂઆત થતા જ થૂકના સાંધા કરતા કોન્ટ્રાક્ટરો ઝડપાયા!!!
“પેવર પેચિંગ નું કામ ચાલુ હોય તે સમયે ગ્રામ્ય વિસ્તારોના સદસ્યો નબળા કામને નિહાળી તત્કાલ લાગતા વળગતા અધિકારીઓને કોલ કરેલા પરંતુ અધિકારીઓએ પણ ફોનમાં ગલતલા કર્યા ની સદસ્યોની રાવ”

આરીફ દિવાન દ્વારા:વાંકાનેર: સમગ્ર રાજ્યભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત સમગ્ર શહેર જિલ્લામાં શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે વાંકાનેર પંથકમાં પણ સંકલ્પ યાત્રા માં હાજરી આપવા જતા તાલુકા પંચાયતના સદસ્યો રણજીતભાઈ વિસોડિયા અને હરુભા ઝાલા એ વાંકાનેર તાલુકાના રાજગઢ પાસે પેવર પેચિંગ મુખ્ય માર્ગો પર (ખાડા પુરવાનું) કામ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હોય જેના અનુસંધાને રાજગઢ ખાતે કામ ચાલુ હોય જે ભેરડા ગામે સંકલ્પ યાત્રા માં હાજરી આપવા જતા સદસ્યો રણજીતભાઈ વીરસોડીયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ હરુભા ઝાલા વીડી જાંબુડીયા કોઈ કારણો અનુસાર જતા હોય એ સમય દરમિયાન રાજગઢ પાસે પેવર પેચિંગ ખાડા પૂરવાનું કામ ચાલુ હોય જે થુકના સાંધા સમા બંને સદસ્યોને માલુમ પડતા કોન્ટ્રાક્ટરોને તે કામ અંગે અટકાવી જવાબદાર અધિકારીઓ ના નંબર મેળવી મોબાઈલ ના મધ્યમથી સંપર્ક કરતા અધિકારીઓએ પણ અલા તલા કરતા વિકાસ લક્ષી સરકાર ભાજપના શાસનકાળના સદસ્યો રણજીતભાઈ વીરસોડીયા સાથે તાલુકા પંચાય પ્રમુખ હરૂભા ઝાલા ને જાત અનુભવ થયાની વિગતો જાણવા મળી છે ત્યારે એક તરફ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર રાજ્ય સહિત વાંકાનેર પંથકમાં શરૂ થઈ છે ત્યારે વિકાસમાં રૂડા નાખતા આવા અધિકારીઓ સામે સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્યો કે જિલ્લા કક્ષાના અધિકારીઓ ધ્યાન દેશે કે પછી હોતા હે ચલતા એની જેમ જ તેરી ચુપ ને મેરી બીચૂક તે આવનાર સમય કહેશે









