
વિજાપુર વકીલ મંડળ સભ્યો દ્વારા પોસ્ટ દ્વારા મોકલવા માં આવતી આરપીએડી ની રસીદ મૂળ સરનામે મળતી નથી તેવી ફરીયાદ ઉઠી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર વકીલ મંડળ દ્વારા આરપીએડી ની રસીદ મૂળ સરનામે મળતી નથી જે બાબતે પોસ્ટ માસ્ટર ને પોસ્ટ ની રસીદ સમયસર મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે જેનો કોઈ સંતોષકારક કોઈ જવાબ નહીં મળતા હોવાનું વકીલ મંડળ માં ફરિયાદો ઉઠી છે આ અંગે વકીલ બાર એસોસિએશન પ્રમુખ રતનભાઈ દેસાઈ તેમજ સિનિયર એડવોકેટ અશોકભાઈ બારોટે જણાવ્યું હતુકે વકીલો મારફત ઘણી વખત ચેક રીટર્ન ના કેસમાં અસીલ દ્વારા અગત્ય ના કાગળો નોટીસ તૈયાર કરી આરપીએડી કરવામાં આવે છે જે ઘણી વખત મૂળ સરનામે સમયસર મળતી નથી તો તેની સાથેની રસીદ મળતી નથી જેથી ઘણી વખત અસીલ ને કેસ ના સમય માં પણ વિલંબ થાય છે જેનો નિકાલ લાવવા માટે પોસ્ટ માસ્ટર ને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ સંતોષકારક જવાબ મળતો નથી પ્રશ્નો નો નિકાલ સત્વરે લાવવા રજૂઆત કરાઈ છે આ બાબતે પોસ્ટ માસ્ટરે જણાવ્યું હતુંકે આરપીએડી બજેલ છે કે નહીં તેની સ્ટેટસ ની કોપી કઢાવી તેની ઉપર સહી સિક્કા નહીં કરવામાં આવે તેના માટે તમારે અરજી કરવી પડશે એની સાથે આરપીએડી ની પાવતી જોડવી પડશે જે મહેસાણા હેડ ઓફીસ માં મોકલી ત્યાંથી યોગ્ય જવાબ મળશે જે કાર્યવાહી ઘણી લાંબી હોવાથી વકીલો ને ચેક રીટર્ન ના કેસ માં વિલંબ થતા અસીલ ને નુકશાન જવા નો સંભવ રહે છે જેથી આરપીએડી ની રસીદ મૂળ સરનામે સમયસર મળે તેવી પોસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત વકીલ મંડળ દ્વારા કરવામાં આવી છે





