RAJKOTUPLETA

ઢાંક કુમાર પ્રાથમિક શાળામાં પીવાના પાણી ના બોર કરવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત.

સ્થાનિક સત્તાધારી પક્ષ ના ધારાસભ્ય અથવા સાંસદ સભ્ય ગ્રાન્ટ ફાળવશે.?

૧૫ માર્ચ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ઉપલેટા તાલુકાના ઢાંક ગામે કુમાર પ્રાથમિક શાળામાં એસ. એમ. સી. દ્વારા જિલ્લા કક્ષાએ તથા તાલુકા કક્ષાએ ઠરાવ કરીને પત્ર દ્વારા રજૂઆત કરી છે કે ઢાંક ગામે કુમાર પ્રાથમિક શાળામાં પીવાના પાણી બોર, મોટર પંપ ની માંગણી કરી છે.

એસ. એમ. સી. દ્વારા જે ઠરાવ કરેલ છે તેમા જણાવ્યા મુજબ કે ઢાંક કુમાર પ્રાથમિક શાળામાં બે પાળી કાર્યરત છે અને વિદ્યાર્થીઓ ને પીવાના પાણીની ખુબજ ઘટ વર્તાય રહી છે હાલ ૨૮૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હાલ વિધાર્થીઓ ને પીવાના પાણીની ખુબ ઘટ વર્તાઈ રહી છે જો શાળા ને પાણી નો બોર અને પંપ મોટર સેટ મળે તો પાણી ની સમસ્યા ના ઉભી થાય હાલ ઉનાળાની સિઝન ચાલુ થઈ શરૂઆત થી આકરા તાપ પડી રહ્યા છે આવી સ્થિતિમાં શાળામાં વિદ્યાર્થીઓ પીવાના પાણીની સમસ્યા ના થાય તેને દયાને લઈ ને રજૂઆત થઈ આવી છે હવે એ જોવાનું રહ્યું છે કે હાલ સાંસદ સભ્ય, ધારાસભ્ય, સત્તાધારી પક્ષ ના હોય તો વિદ્યાર્થીઓ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે કે કેમ?

[wptube id="1252022"]
Back to top button