NAVSARI

નવસારી જિલ્લાના ચીખલીના તેજલાવ ખાતે કુંકણા ભાષાની બે દિવસીય તાલીમ યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા નાની ઉંમરના બાળકો, કે જેઓ હજી ગુજરાતી ભાષા શીખી રહ્યા છે, તેઓની સાથે સાર્થક સંવાદ સાધી શકાય, બાળકોને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન થઈ શકે તથા શિક્ષકો સાથે આત્મીય ભાવના ખીલી શકે તે હેતુથી વાંસદા પ્રાયોજના વહીવટદારશ્રીના માર્ગદર્શન હેઠળ ડાયેટ-નવસારીના માધ્યમથી આશ્રમશાળાના શિક્ષકોની કુંકણા ભાષાની બે દિવસીય તાલીમનું આયોજન તેજલાવ ચીખલી ખાતે કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button