JETPURRAJKOT

દુર્ઘટના સ્થળનું જાત નિરીક્ષણ કરીને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી રૂપિયા ૧૦ લાખની સહાય અપાઇ

તા.૨૪ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષા શ્રીમતી અંજનાબેન પંવારે સફાઈ કામગીરી દરમિયાન મૃત્યુ પામનારા સફાઈ કામદારના પરિવારજનોની મુલાકાત લીધી હતી. અને મૃતકના માતાને મળીને દુર્ઘટના અંગે સાંત્વના વ્યક્ત કરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાળવાયેલ સહાયનો રૂ. ૧૦ લાખનો ચેક એનાયત કર્યો હતો. તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ રૂ. ૮.૨૫ લાખની વધારાની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી.

આ તકે ઉપાધ્યાક્ષા શ્રીમતિ પંવારે દુર્ઘટના સ્થળ સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનું જાત નિરીક્ષણ કરીને અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી સલામતીના સરકારી નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની પણ ચકાસણી કરી હતી. તેમજ ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તેની તકેદારી રાખવા જરૂરી સૂચનો કર્યા હતા. અને દરેક સફાઈ કામદારોને સાવચેતી રાખી સલામતીના સાધન પહેર્યા વિના કામગીરી ન કરવાની તાકીદ કરી હતી.

આ પ્રસંગે કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરા, પ્રાંત અધિકારી શ્રી કે.જી.ચૌધરી, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગરના મેનેજિંગ ડિરેક્ટરશ્રી નયનાબેન શ્રીમાળી સહિતના અધિકારીઓ, સફાઇ કામદારોના આગેવાનો, પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button