કડિયા કામ કરતા પિતાનો પુત્ર 12 સાયન્સ પરીક્ષામાં મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો

કડિયા કામ કરતા પિતાનો પુત્ર 12 સાયન્સ પરીક્ષામાં મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો
હર્ષદભાઈ કંસારા ટંકારા : ટંકારા તાલુકાના રોહીશાળા ગામમાં કડિયા કામ કરતા પિતાના પુત્ર ધોરણ 12 સાયન્સ પરીક્ષામાં મોરબી જિલ્લામાં પ્રથમ અને ગુજરાતમાં ગુજકેટ બોર્ડમાં બીજો નંબર મેળવી ન્યુ વિઝન સ્કુલ તથા ટંકારા તાલુકા નું નામ રોશન કરેલ છે.ટંકારા તાલુકાના રોહીશાળા ગામના વિદ્યાર્થી પરમાર વિવેક મહેશભાઈએ ધોરણ 12 સાયન્સ પરીક્ષામાં ગણિત વિષયમાં 100/100 સો માંથી સો માર્કસ મેળવી ગણિત વિષયમાં ગુજરાત બોર્ડ માં પ્રથમ નંબર મેળવેલ છે.

ગુજકેટમાં 117.75/120 માર્કસ મેળવી મોરબી જિલ્લામાં પ્રથમ અને ગુજરાત ગુજકેટ બોર્ડમાં બીજો નંબર મેળવેલ છે .650 માંથી 594 માર્ક સાથે 99.95 સાથે પાસ થયેલ છે.કડિયા કામ કરતા પિતાના પુત્ર પરમાર વિવેક એ સખત અભ્યાસ કરી ,મહેનત કરી પોતાની એકાગ્રતાથી સફળ પરિણામ મેળવેલ છે. ન્યુ વિઝન સ્કૂલના ટ્રસ્ટી દિલીપભાઈ બારૈયા તથા સ્ટાફે મોરબી જિલ્લા નું ગૌરવ વધારવા બદલ અભિનંદન આપેલ છે.









