
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહિસાગર: વિશ્વ બાલિકા દિવસ સપ્તાહ ઉજવણી લુણાવાડા એસ કે હાઈસ્કૂલ રાજમહેલ બ્રાન્ચ ખાતે કરવામાં આવી
પ્રાપ્ત માહિતી અનુસાર વિશ્વ બાલિકા દિવસ સપ્તાહ ઉજવણીમાં ભાગરૂપે.. આજ રોજ બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત લુણાવાડા ની એસ કે હાઈસ્કૂલ રાજમહેલ બ્રાન્ચ ખાતે કાર્યક્રમ યોજાયો હતો
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ . કે કે પરમાર સાહેબ, મહિલા અને બાળ વિકાસ ના ( ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પારમેન્ટ ઓફ વિમેન) જેન્ડર સ્પેશિયાલિસ્ટ દીપિકાબેન ડોડીયાર તથા તેમની સાથે સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યા મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર હંસાબેન ભગોરા તથા મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ આ તબક્કે હાજર હતા
આ કાર્યક્રમ નાઅધ્યક્ષ પીએસઆઇ મેડમ દ્વારા બાલિકાઓની સ્વરક્ષણ કેવી રીતના કરવું મુશ્કેલીના સમયમાં પોતાના બચાવ કેવી રીતના કરવા તે અંગે સરળ માર્ગદર્શન આપ્યું હતું
મહિલા અને બાળ વિકાસ વિભાગના ( ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પારમેન્ટ ઓફ વિમેન) જેન્ડર સ્પેશિયાલિસ્ટ દીપિકાબેન ડોડીયાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના વિશે ,બાળકોને કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે 181 , 1098,112,100 નંબરોનો સંપર્ક કરવો અને સ્ત્રીઓને લગતી કોઈપણ મુશ્કેલી હોય સામાજિક હોય કે બાહ્ય હોય તેનો નિકાલ બાબતે વાત કરી હતી.. સામાજિક કાર્યકર -સોનલબેન પડ્યા દ્વારા બાળકીઓને ગુડટચ બેડટચ વિશે માહિતી આપેલ
શાળાના સુપરવાઇઝર રાજેશકુમાર પટેલ દ્વારા આખા કાર્યક્રમનું સંચાલન કર્યું હતું










