VADODARAVADODARA CITY / TALUKO

સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલી સગીર કન્યા સાથે દુષ્કર્મ

વડોદરા, તા. 20 ઓગષ્ટ 2023, રવિવાર

વડોદરા ગોરવા વિસ્તારમાં ગુમ થયેલી સગીરા દુષ્કર્મનો ભોગ બનતા પોલીસે સગીરાનું અપહરણ કરનાર યુવકની અટકાયત કરી છે. ગોરવા વિસ્તારની સગીરા લાપતા થતાં તેમના પરિવારજનોએ શોધખોળ કરી હતી. આખરે ગોરવા પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસની ટીમો દોડતી થઈ હતી. આ દરમિયાન એક યુવક પર શંકા જતા પોલીસે તેની તપાસ કરી મિત્રના ઘરે છાપો મારતા યુવક અને સગીરા મળી આવ્યા હતા. પોલીસે ગુલસીંગ રાઠવા (દેગલા ગામ, તા. જેતપુરપાવી, છોટાઉદેપુર) ની અટકાયત કરી હતી.

પ્રાથમિક તપાસમાં સગીરા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા યુવકે તેનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો બહાર આવી છે. જેથી પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી મેડિકલ તપાસ કરવાની કાર્યવાહી કરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button