MORBi:મોરબીમાં દારૂની મોંધી બોટલમાં સસ્તો દારૂ ભરીને વેચાણ કરવાનું :નકલી દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

MORBi:મોરબીમાં દારૂની મોંધી બોટલમાં સસ્તો દારૂ ભરીને વેચાણ કરવાનું :નકલી દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
મોરબીના રણછોડનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂની મોંધી બોટલમાં સસ્તો દારૂ ભરીને વેચાણ કરવામાં આવતું હોવાથી એલસીબી ટીમે દરોડા પાડીને ત્યાંથી મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના રણછોડનગરમાં સાઈબાબા મંદિરની આગળ શેરીમાં ભાડેથી મકાન રાખી મકાનમાં અલ્તાફભાઈ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ રહે-મોરબી જોન્સનગર વાળો સસ્તો વિદેશી દારૂ લાવીને મોંધી વિદેશી દારૂની બોટલમાં ભરીને વેચાણ કરતો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે દરોડા પાડી જ્યાં અલ્તાફ ઉર્ફે રાજા વિદેશી સસ્તો દારૂ લાવી તે સસ્તી વિદેશી દારૂની બોટલોમાંથી વિદેશી દારૂ કાઢી મોધી વિદેશી દારૂની બોટલોમાં ભરીને બ્રાન્ડેડ સ્ટીકરો લગાવી વેચાણ કરતા સ્થળ પરથી વિદેશી દારૂની અલગ અગલ બ્રાંડની બોટલ નંગ ૪૧ કીમત રૂ.૧૪૩૫૦ તથા અલગ અલગ બ્રાંડની બોટલોના ઢાંકણા નંગ – ૩૨૪ કીમત,અલગ અલગ બ્રાંડની કાચની બોટલો નંગ ૩૯૬, બોટલ પર લગાડવાના સ્ટીકરો નંગ ૬૪૦ સહિતનો કુલ મુદામાલ ૧૪૪૯૦ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો આરોપી અલ્તાફ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ હાજર ન મળી આવતા વધુ તપાસ હાથ ધીર છે.