નાંદોદ તાલુકાના અણીજરા ગામે નજીવી બાબતે આદિવાસી મહિલાને મોતને ઘાટ ઉતારનાર આરોપીને આજીવન કેદની સજા
રાજપીપલા : જુનેદ ખત્રી
નાદોદ તાલુકાના અણીજરા ગામે નજીવી બાબતે આદિવાસી મહિલાનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દેનાર આરોપી લક્ષ્મણ ઉર્ફે મોચીઓ સુરેશભાઈ પાટણવાડીયા ને નર્મદા જિલ્લા અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે
પ્રસ્તુત કેસમાં હકીકત એવી છે કે તા.૨૯/૦૯/૨૦૨૧ થી તા.૩૦/૦૯/૨૦૨૧ અરસામાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અણીજરા ગામે મરણજનાર જેતુબેન ચંદુભાઈ વસાવા તથા આ કામના આરોપી લક્ષ્મણ ઉર્ફે મોચીઓ સુરેશભાઈ પાટણવાડીયા વચ્ચે બાજરી વેચાણના રૂપીયા બાબતે ઝઘડો તકરાર થતાં આરોપીએ મરણજનાર અનુસુચિત જનજાતીની હોવાનું જાણવા છતાં જેતુબેનનું હાથથી ગળુ દબાવી તેમજ મણકાની માળા તથા કાળાદોરા વડે મરણ જનારને ટુપો આપી ખુન કરી ગુન્હો કરેલ આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એન.એસ. સીદ્રીકી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તફે મદદનીશ સરકારી વકીલ કું.વંદનાબેન આઈ.ભટ્ટ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો, સાયન્ટીફીક પુરાવાઓ તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી ઈ.પી.કો. કલમ ૩૦૨, મુજબના ગુનામાં તકસીનવાર ઠરાવી આજીવન સખત કેદની સજા અને રૂ.૫૦૦૦/- દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની સજાનો હુકમ આજરોજ ફરમાવ્યો છે