AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

આરટીઓમાં લાઇસન્સ કૌભાંડ: બે ઇન્સ્પેક્ટર અને એજન્ટની ધરપકડ

અમદાવાદ: શહેરમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વગર લાઇસન્સ લેવાનું રેકેટ ચલાવતા અજાણ્યા શખ્સો સામે અમદાવાદ આરટીઓ અધિકારીએ નોંધાવેલી ફરિયાદને પગલે સાઇબર સેલ દ્વારા આ આખા રેકેટમાં ગાંધીનગર આરટીઓના બે ઇન્સપેક્ટરો અને એક એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. આરટીઓ કચેરીમાં લાઇસન્સ એપ્રુઅલ માટે આવેલી નવ અરજીઓના ડ્રાઇવીંગ ટેસ્ટ સુભાષબ્રિજ આરટીઓ કચેરીએ લેવાયા ન હોવાથી શંકાસ્પદ લાગતા તપાસ શરૂ કરવામાં આવી હતી. જે અંગે આ અરજીઓના ડ્રાઇવિંગ ટેસ્ટના વીડિયો જે આઇપી એડ્રેસ પરથી સારથી સોફ્ટવેર પર અપલોડ થયા તે એડ્રેસ પણ ખાનગી અને શંકાસ્પદ જણાયા હતા. જેના પગલે ગાંધીનગર આરટીઓના બે ઇન્સ્પેક્ટરોની સાયબર ક્રાઇમે ધરપકડ પણ કરી છે.
અમદાવાદ આરટીઓ કચેરી સુભાષબ્રિજ ખાતે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તરીકે ફરજ બજાવતા આશિષ પરમાર સાઈબર સેલમાં અજાણ્યા શખ્સો સામે અગાઉ ફેબ્રુઆરી, ૨૦૨૨માં ફરિયાદ કરી હતી. ગત તારીખ ૨૯ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ આરટીઓની અમદાવાદ કચેરી દ્વારા બહાર પાડેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, જે કચેરી ખાતે ડ્રાઈવીંગ ટેસ્ટ લેવાય તે જ જગ્યાએ એપ્રુઅલની કામગીરી કરવાની રહેશે. આ પરિપત્ર બાદ ડ્રાઇવિંગ લાઇસન્સ નવ અરજી એવી આવી છે કે જેના ડ્રાઇવીંગ ટેસ્ટ સુભાષબ્રિજ ખાતે થયા ન હતા સારથી સોફ્ટવેર પર આ અરજીના ડ્રાઇવિંગ ટેસ્ટના વીડિયો અપલોડ થયા તે તપાસતા તેના આઇપી એડ્રેસ આરટીઓ કચેરીના ન હોવાનું અને ખાનગી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
આ નવમાંથી ચાર અરજીના ડ્રાઇવિંગ ટેસ્ટ ગાંધીનગર આરટીઓ કચેરીમાં થયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. તેના વીડિયો રેકોર્ડિંગ ગાંધીનગર આરટીઓ કચેરી પાસે ન હોવાનું સામે આવ્યું હતું. એટલુ જ નહીં, આ અરજીના ડ્રાઇવિંગ ટેસ્ટના વીડિયો સારથી સોફ્ટવેર પર અપલોડ થયા તે આઇપી એડ્રેસ શંકાસ્પદ જણાયું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button