
તા.૨૦/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સમગ્ર રાજ્ય માં હવામાન દ્વારા ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઈને રાજકોટ જિલ્લામાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ વર્ષયો હતો. ત્યારે જેતપુર તાલુકાના જેપુર ગામ નજીક આવેલ છાપરવડી-2 ડેમ ઓવરફ્લો થયો હતો.

છાપરવડી ડેમની કુલ સપાટી 25 ફૂટની છે અને 6 દરવાજામાંથી 3 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા હતા. 11,000 ક્યુસેક પાણીની આવક સામે 11,000 ક્યુસેક પાણીની જાવક જોવા મળી છે. ડેમ નીચે આવેલા ગામો લુણાગરા, જાંબુડી, કેરાળી, મેવાસા, પ્રેમગઢ, રબારીકા, અને લુણાગરી સહિતના ગામ ને એલર્ટ કરવામાં આવ્યા છે.
[wptube id="1252022"]








