AHAVADANG

આહવા: ઘોઘલી ફાટક પાસે કદાવર દીપડો લટાર મારતો જોવા મળતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો

 

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઇને જોડતા રાજય ધોરીમાર્ગનાં ઘોઘલી ફાટક પાસે રાત્રિ દરમિયાન કદાવર દીપડો નજરે ચડતા ભયનો માહોલ સર્જાવા પામ્યો છે….પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઈને જોડતા રાજય ધોરીમાર્ગનાં ઘોઘલી ઘાટમાં છેલ્લા બે ત્રણેક દિવસથી રાત્રિ દરમિયાન વાહનોનાં હેડ લાઈટનાં પ્રકાશમાં એક કદાવર દીપડો રસ્તાની સાઈડે બેસેલી હાલતમાં નજરે ચડતો વિડીયો આજરોજ facebook, whatsapp સહિતના સોશિયલ મીડિયામાં વાયરલ થતા આહવા,ઘોઘલી ભવાનદગડ સહિતના પંથકનાં લોકોમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો છે.ડાંગ જિલ્લામાં લાંબા અંતરાલ બાદ રસ્તાની સાઈડે દીપડો લટાર મારતા નજરે ચડતા વન વિભાગ પણ દોડતુ થઈ ગયુ હતુ. જોકે આ કદાવર દીપડા દ્વારા કોઈ પાળતુ પશુ કે માનવને નુકશાન ન પોહચાડતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો…ડતા રાજય ધોરીમાર્ગનાં ઘોઘલી ફાટક પાસે રાત્રિ દરમિયાન કદાવર દીપડો નજરે ચડતા ભયનો માહોલ સર્જાવા પામ્યો છે….

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઈને જોડતા રાજય ધોરીમાર્ગનાં ઘોઘલી ઘાટમાં છેલ્લા બે ત્રણેક દિવસથી રાત્રિ દરમિયાન વાહનોનાં હેડ લાઈટનાં પ્રકાશમાં એક કદાવર દીપડો રસ્તાની સાઈડે બેસેલી હાલતમાં નજરે ચડતો વિડીયો આજરોજ facebook, whatsapp સહિતના સોશિયલ મીડિયામાં વાયરલ થતા આહવા,ઘોઘલી ભવાનદગડ સહિતના પંથકનાં લોકોમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો છે.ડાંગ જિલ્લામાં લાંબા અંતરાલ બાદ રસ્તાની સાઈડે દીપડો લટાર મારતા નજરે ચડતા વન વિભાગ પણ દોડતુ થઈ ગયુ હતુ. જોકે આ કદાવર દીપડા દ્વારા કોઈ પાળતુ પશુ કે માનવને નુકશાન ન પોહચાડતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો…

[wptube id="1252022"]
Back to top button