
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લામા તા.28 મે 2023 ના રોજ વિશ્વ માસિક સ્વચ્છતા દિન નિમિત્તે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયતના શિક્ષણ સમીતીના ચેરમેન શ્રીમતી નીલમબેન ચૌધરી અધ્યક્ષ સ્થાને “વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ”ની ગરીમાપૂર્ણ રીતે ઉજવણી કરવામા આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી નીલમબેન ચૌધરીએ હાજર કિશોરીઓને માસિક સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.
આહવા તાલુકા હેલ્થ ઓફિસર શ્રીમતી અનુરાધા ગામીતે માસિકની જુની માન્યાતાઓ વિશે ચર્ચા કરી હતી. તેમજ માસિક દર્માયાન સ્વચ્છતા તેમજ સેનીટરી પેડનો ઉપયોગ કરવા અંગે સમજણ આપી હતી.
વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ નિમિત્તે નર્સીગ કોલેજની કિશોરીઓઓ દ્વારા રંગોળી તેમજ પોસ્ટર બનાવી માસીક વિશેની સમજણ આપવામા આવી હતી.
[wptube id="1252022"]