
કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી દ્વારા શહેરમાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે માટે સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહેલ હતું ત્યારે ખાનગી રાહે મળેલી માહિતી મુજબ કેશોદના એરપોર્ટ રોડ પર પ્રજાપતિ સોસાયટીમાં રહેતા ઇશ્વરદાન ઉર્ફે ઇસુદાન દેવકુભાઇ મોડ પોતાનાં રહેણાંક મકાનમાં પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર વેંચાણ કરી નાણાં કમાવાની પ્રવૃત્તિ કરતાં હોય કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, અમરાભાઈ હામાભાઈ જુજીયા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા સહિતના ને બાતમીના સ્થળે મોકલી આપતાં ઇશ્વરદાન ઉર્ફે ઇસુદાન દેવકુભાઇ મોડ રહે. એરપોર્ટ રોડ, અક્ષયનાથ સોસાયટી કેશોદ વાળાએ પોતાના કબ્જા ભોગવટાના મકાનમા એક પીળા કલરના પ્લાસ્ટીકના બાચકામા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ-૧૦ જેની કિં.રૂ.૪૦૦૦/- તથા રોકડા રૂપિયા ૨૦૫૦/- મળી કુલ ૬૦૫૦/- નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વધુ તપાસમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ





