
MORBI:મોરબીમાં પાટીદાર સમાજની મહાસભા યોજાઇ

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી) મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિઓ વિષે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં તારીખ ૯-૪ ની સાંજે મોરબીમાં જાહેર મહા સભા યોજાઇ હતી જેમાં પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ અને સિરામિક એસો.ના પ્રમુખો સહિતના હાજર રહ્યા હતા અને આગામી સમયમાં કાજલ હિન્દુસ્તાની જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી તેને પાટીદારોના એક પણ કાર્યક્રમમાં કોઈપણ જગ્યાએ સ્ટેજ ઉપર પગ રાખવા નહીં દેવામાં આવે તેવું એલાન મોરબીના પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને કાજલ હિન્દુસ્તાનીને હવેથી કાફર પાકિસ્તાનીના નામથી બોલાવવા પાટીદારોએ આહવાન કર્યું છે

આ બાબતે વાત કરીએ તો થોડા સમય પહેલા સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમની અંદર કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે અને ઉદ્યોગપતિઓ વિષે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેથી મોરબીના પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. અગાઉ રેલી યોજી નેં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ મોરબીની કોર્ટમાં બદનક્ષીની ફોજદારી ફરિયાદ પણ કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજની માફી માંગવામાં આવી નથી ત્યારે મોરબીમાં મંગળવારે રાત્રે આઠ વાગ્યે બાપાસીતારામ ચોક ખાતે પાટીદાર સમાજની જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખો તેમજ વિશાળ સંખ્યામાં પાટીદાર સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને ખાસ કરીને જે ઘટના મોરબીમાં બની જ નથી તે ઘટનાનો મનઘડત ઉલ્લેખ કાજલ હિન્દુસ્તાની દ્વારા જે રીતે સ્ટેજ ઉપરથી કરવામાં આવ્યું છે તેનો સખ્ત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને આ સ્ટેજ પરથી પાટીદાર સમાજના યુવા આગેવાન ટી. ડી. પટેલે તેની તેજાબી ભાષામાં એવું એલાન કરવામાં આવ્યું હતું કે આજ સુધી જેને લોકો કાજલ હિન્દુસ્તાની નાં નામથી ઓળખતા હતા તેને હવે મોરબીનો પાટીદાર સમાજ કાફર પાકિસ્તાનીના નામથી બોલાવશે તેમજ આગામી સમયમાં જ્યાં સુધી તે મોરબીના પાટીદાર સમાજની માફી ન માંગે ત્યાં સુધી તેને ન માત્ર મોરબીમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં કોઈપણ જગ્યાએ પાટીદાર સમાજના કાર્યક્રમોમાં સ્ટેજ ઉપર સ્થાન આપવામાં નહીં આવે તેવું એલાન કર્યું હતું. આગામી સમયમાં હજુ પણ કાજલ હિન્દુસ્તાની સામે કોર્ટમાં બદનક્ષીની ફરિયાદો કરવામાં આવશે તેવું પણ પાટીદાર સમાજના અગ્રણીઓએ જણાવ્યું છે.









