Wakaner વાંકાનેર ભાટિયા સોસાયટી કન્યાશાળામાં ધોરણ ૧ થી ૮ ની વિદ્યાર્થીનીઓએ પતંગ મહોત્સવમાં ભાગ લીધો

Wakaner વાંકાનેર ભાટિયા સોસાયટી કન્યાશાળામાં ધોરણ ૧ થી ૮ ની વિદ્યાર્થીનીઓએ પતંગ મહોત્સવમાં ભાગ લીધો
અહેવાલ આરીફ દિવાન મોરબી: શાળાએ સંસ્કાર સાથે શબ્દનું જ્ઞાન આપતી પાઠશાળા છે જ્યાં વિદ્યાર્થી પોતાનું ભાવિ નું ઘડતર ની શરૂઆત કરે છે ત્યારે વાંકાનેર ભાટીયા સોસાયટી કન્યાશાળા ખાતે 14 જાન્યુઆરી પતંગ મહોત્સવ માં સમગ્ર દેશના સર્વે સમાજના લોકો પતંગ રસિયાઓ નો ઉત્સવ ઉજવણીના ભાગરૂપે દર વર્ષની જેમ ઉજવાય છે તેમ ભારતીય પરંપરા સાંસ્કૃતિક અનુસાર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને દરેક ક્ષેત્રે તહેવારોને ધ્યાને રાખી કાર્યક્રમો અંતર્ગત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ શાળા સ્કૂલમાં રાખવામાં આવતા હોય છે તેમ તારીખ 13 1 2024 ના રોજ વાંકાનેર ભાટીયા સોસાયટી કન્યા શાળામાં મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ પતંગ ઉત્સવ ની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી જેમાં ધોરણ 1 થી 8 ના બાળકોએ પોતાની રીતે જાતે બનાવેલા પતંગોના સુંદર નમુના રજૂ કર્યા તેમાંથી શ્રેષ્ઠ પતંગોને પસંદ કરી તેમને ઇનામ આપી બિરદાવવામાં આવ્યા, કાર્યક્રમના અંતે ઇન્ચાર્જ આચાર્ય શ્રી ભાવનાબેન સેજપાલ દ્વારા બધાં વિદ્યાર્થીઓને મમરા ના લાડુ વિતરણ કરી ખરા અર્થમાં સંક્રાતિ પર્વની ઉજવણી કરવામાં આવી. હતી જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે









