
તા.૨૫.૦૯.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
સંજેલી ના ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલકે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગના દ્વારા નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે અનાથ અપંગ અને અતિગરીબ વિદ્યાર્થીને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર મકવાણાએ ભાદરવા મેળા નિમિતે પોતાના વતનથી ચાલતા જઈને માં જગદંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને આશીર્વાદ મેળવ્યા હતા. પોતાના તાલીમ વર્ગના બાળકો સારામાં સારા માર્કસ સાથે ઉતીર્ણ થાય એવી માં જગદંબાને ચરણોમાં પ્રાર્થના કરી હતી.
[wptube id="1252022"]









