PADDHARIRAJKOT

જવાહર નવોદય વિદ્યાલય, તરઘડીમાં ધો. ૧૧ના વિજ્ઞાન પ્રવાહની પ્રવેશ પસંદગી પરીક્ષા યોજાશે

તા.૨૩ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામ ખાતેના કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-‘૨૪માં ધો. ૧૧ના વિજ્ઞાન પ્રવાહમાં ખાલી પડેલી જગ્યાઓમાં પ્રવેશ માટે આગામી તા. ૨૨ જુલાઈ, ૨૦૨૩ના રોજ પ્રવેશ પસંદગી પરીક્ષા યોજાશે. પ્રવેશ લેવા ઇચ્છુક ઉમેદવારોએ પ્રવેશ પસંદગી પરીક્ષામાં બેસવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારની જન્મ તા. ૦૧/૦૬/૨૦૦૬થી ૩૧/૦૭/૨૦૦૮ની વચ્ચે (બંને દિવસો સહિત) હોવી જોઈએ. વર્ષ ૨૦૨૨-‘૨૩માં રાજકોટ જિલ્લાની સરકારી અથવા સરકાર માન્ય શાળામાંથી ધો. ૧૦ની પરીક્ષા ઉતીર્ણ કરેલી હોવી જોઈએ. ફોર્મ ભરવાની છેલ્લી તા. ૩૧ મે, ૨૦૨૩ છે. પ્રવેશ અંગે વધુ માહિતી માટે અથવા રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટે www.navodaya.gov.in પર જવાનું રહેશે, તેમ આચાર્યશ્રી જે. કે. ગોંડલીયાની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button