HALVADMORBIMORBI CITY / TALUKO

‘ આપ ‘ નાં ઈશુદાનભાઈ ગઢવી ની ફરી એકવાર હળવદ ની મુલાકાત

‘ આપ ‘ નાં ઈશુદાનભાઈ ગઢવી ની ફરી એકવાર હળવદ ની મુલાકાત

 


આજે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી તેમજ કચ્છ મોરબી ઝોન પ્રમુખ શ્રી કૈલાશદાનભાઈ ગઢવી ફરી એક વાર હળવદ ના કાર્યકર્તાઓ સાથે ટુંકી મુલાકાત કરી હતી.

 


પ્રદેશ ના નેતાઓ એ આમ આદમી પાર્ટી હળવદ ના કાર્યકર્તાઓ સાથે એક મિટિંગ કરી અને આવનારી ચૂંટણી વિશે પણ ચર્ચા વિચારણા અને માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે હળવદ તાલુકા ના પ્રશ્નો જેવા કે ખેડૂત ના પ્રશ્નો હોય, સ્ટ્રીટ લાઈટો નાં પ્રશ્નો હોઈ, નર્મદા કેનાલ ના પ્રશ્નો હોઈ કે અન્ય પ્રશ્નો હોઈ એ વિશે પણ વિશેષ માં વાત કરી હતી.અને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
આ તકે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુથ જોઈન્ટ સેક્રેટરી અને હળવદ શહેર પ્રમુખ વિપુલભાઈ રબારી,હળવદ તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરી, કમલેશભાઈ દાઢાણીયા, બાબુભાઈ મકવાણા, દેવરાજભાઈ ઠાકોર, દાજીભાઈ રાજપૂત, કાનભા જાડેજા,ભરતભાઈ, પ્રકાશભાઈ સહિત ના અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button