ટંકારાના હરબટીયાળી ગામે માછીમારીની અનિષ્ટ પ્રવૃતિ બંધ કરાવવા સરપંચ ની માંગણી

ટંકારા ના હરબટીયાળી ગામ ના પાદરમાં આવેલ તળાવમા છેલ્લા કેટલાક દિવસોથી અજાણ્યા શખ્સો માછીમારી કરવા આવી રહ્યા છે. તળાવ કાંઠે જલારામ મંદિર આવેલુ હોય ગામડાના ધાર્મિક લોકોની લાગણી દુભાઈ રહી છે. ધાર્મિક સ્થળ આસપાસ માછલી પકડવાની જીવહિંસા બંધ કરવા અનેક વખત માછીમારી કરનારા શખ્સોને ના પાડવા છતા માથાભારે તત્વો દાદ દેતા ન હોય ગામડાના સરપંચે પોલીસ તંત્રને ફરીયાદ કરી પગલા લેવા માગણી કરી છે.ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા હરબટીયાળી ગામ ના પાદરમા આવેલ તળાવમા છેલ્લા ઘણા દિવસોથી અજાણ્યા શખ્સો ક્યાંક થી ચડી આવી ને માછીમારી કરવા ની પ્રવૃત્તિ કરી રહ્યા છે. તળાવ કાંઠે ગામડાનુ ધાર્મિક અને ફરવા લાયક રમણીય જલારામ મંદિર આવેલુ છે. ગામડાના લોકો નિયમિત મંદિરે દર્શન કરી અહીં ભાગદોડ ભર્યા જીવન માથી ફુરસદ કાઢી મનની શાંતિ લેતા હોય છે. એ ટાંકણે તેઓ જીવહિંસા ની પ્રવૃત્તિ કરતા માછીમારોની જાળ મા ફસાઈ ને મોત થી બચવા તરફડીયા મારતી માછલી ના જીવ બચાવવા ના દ્શ્યો જોઈ હ્યદય દ્વવી ઉઠે છે.અને ધાર્મિક લાગણી દુભાઈ છે. ગામડાના પાદરમા ચાલતી ગેરકાદેસર જીવહિંસા માછીમારી પ્રવૃત્તિથી દ્વવી ઉઠી માછીમારી બંધ કરવા ગ્રામજનોએ માછલી પકડતા શખ્સોને અનેક વખત ના પાડવા છતા માથાભારે શખ્સો દાદ દેતા ન હોય આખરે આ મુદ્દે ગામડાના મહિલા સરપંચ સરોજબેન દેવરાજભાઈ સંઘાણી એ ટંકારા પોલીસને લેખિત ફરીયાદ કરી ગેર કાયદે ચાલતી મુક જીવો ની હત્યા ની અનિષ્ટ પ્રવૃતિ બંધ કરાવવા અને અનિષ્ટ પ્રવૃતિ કરનારાને પકડી કાયદાના પાઠ ભણાવવા માંગણી કરી હતી.ટંકારાના હરબટીયાળી ગામે માછીમારીની અનિષ્ટ પ્રવૃતિ બંધ કરાવવા સરપંચ ની માંગણી

ટંકારા ના હરબટીયાળી ગામ ના પાદરમાં આવેલ તળાવમા છેલ્લા કેટલાક દિવસોથી અજાણ્યા શખ્સો માછીમારી કરવા આવી રહ્યા છે. તળાવ કાંઠે જલારામ મંદિર આવેલુ હોય ગામડાના ધાર્મિક લોકોની લાગણી દુભાઈ રહી છે. ધાર્મિક સ્થળ આસપાસ માછલી પકડવાની જીવહિંસા બંધ કરવા અનેક વખત માછીમારી કરનારા શખ્સોને ના પાડવા છતા માથાભારે તત્વો દાદ દેતા ન હોય ગામડાના સરપંચે પોલીસ તંત્રને ફરીયાદ કરી પગલા લેવા માગણી કરી છે.ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા હરબટીયાળી ગામ ના પાદરમા આવેલ તળાવમા છેલ્લા ઘણા દિવસોથી અજાણ્યા શખ્સો ક્યાંક થી ચડી આવી ને માછીમારી કરવા ની પ્રવૃત્તિ કરી રહ્યા છે. તળાવ કાંઠે ગામડાનુ ધાર્મિક અને ફરવા લાયક રમણીય જલારામ મંદિર આવેલુ છે. ગામડાના લોકો નિયમિત મંદિરે દર્શન કરી અહીં ભાગદોડ ભર્યા જીવન માથી ફુરસદ કાઢી મનની શાંતિ લેતા હોય છે. એ ટાંકણે તેઓ જીવહિંસા ની પ્રવૃત્તિ કરતા માછીમારોની જાળ મા ફસાઈ ને મોત થી બચવા તરફડીયા મારતી માછલી ના જીવ બચાવવા ના દ્શ્યો જોઈ હ્યદય દ્વવી ઉઠે છે.અને ધાર્મિક લાગણી દુભાઈ છે. ગામડાના પાદરમા ચાલતી ગેરકાદેસર જીવહિંસા માછીમારી પ્રવૃત્તિથી દ્વવી ઉઠી માછીમારી બંધ કરવા ગ્રામજનોએ માછલી પકડતા શખ્સોને અનેક વખત ના પાડવા છતા માથાભારે શખ્સો દાદ દેતા ન હોય આખરે આ મુદ્દે ગામડાના મહિલા સરપંચ સરોજબેન દેવરાજભાઈ સંઘાણી એ ટંકારા પોલીસને લેખિત ફરીયાદ કરી ગેર કાયદે ચાલતી મુક જીવો ની હત્યા ની અનિષ્ટ પ્રવૃતિ બંધ કરાવવા અને અનિષ્ટ પ્રવૃતિ કરનારાને પકડી કાયદાના પાઠ ભણાવવા માંગણી કરી હતી.









