JETPURRAJKOT

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના આંગણવાડી કાર્યકરો માટે મિલેટ્સ વાનગી સ્પર્ધાનું આયોજન

તા.૬/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ટેક હોમ રાશન અને પરંપરાગત ધાન્યના ઉપયોગ માટે જાગૃતિ કેળવવાનો સ્પર્ધાનો હેતુ

ભારતની પરંપરાગત ખેતપેદાશો (શ્રી અન્ન)ની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની હિમાયતના પગલે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ-૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે. આ બાબતને ધ્યાને લઇ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની સૂચના અનવ્યે સમગ્ર રાજ્યમાં મિલેટ્સમાંથી બનતી વાનગી અંગે જુદા-જુદા સ્તર પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરીના તમામ લાભાર્થીઓ તથા છેવાડાના લોકો સુધી મિલેટ્સ તથા તેમાંથી બનતી પોષણયુક્ત વાનગીઓ તેમજ આંગણવાડી કેન્દ્ર મારફત આપતા ટેક હોમ રાશન અને પરંપરાગત ધાન્યના ઉપયોગ માટે લાભાર્થીઓમાં જાગૃતતા કેળવાય, તે હેતુસર આંગણવાડી કાર્યકરો માટે વાનગી સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાના તમામ વિજેતાઓને પ્રમાણપત્ર આપવામાં આવશે.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વાનગી સ્પર્ધા સેજાકક્ષાએ તા. ૦૧થી ૦૮ જુલાઈ સુધી, ઘટકકક્ષાએ તા. ૧૦થી ૧૫ સુધી તથા જિલ્લાકક્ષાએ તા. ૧૭થી ૨૨ સુધી સ્પર્ધા યોજવામાં આવશે. ત્યારબાદ જિલ્લાકક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમાંક પ્રાપ્ત કરેલા વિજેતાઓ ઝોનકક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા જશે. આથી, રાજકોટ જિલ્લા પંચાયતની સંકલિત બાળ વિકાસ યોજના કચેરીના પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીબેન નાથજીએ કાર્યકરોને સ્પર્ધામાં ભાગ લેવા તથા લાભાર્થીઓને સ્પર્ધા નિહાળવા અને પરંપરાગત ધાન્યનો ઉપયોગ રોજિંદા આહારમાં કરવા અનુરોધ કર્યો છે.

[wptube id="1252022"]
Back to top button