
ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ગામે શ્રી જોગ બાપુની નિર્વાણ તિથિ તારીખ 1/ 5/ 2023ના રોજ ઉજવાશે.
શ્રી જોગ આશ્રમ નવનિર્માણ સમિતિ લજાઈ દ્વારા પરમ પૂજ્ય 1008 ધ્યાનશંકર મુક્તિ નારાયણ બાપુ (જોગ બાપુ ) ની નિર્વાણ તિથિ વૈશાખ સુદ 11 તારીખ 1/ 5/ 2023 સોમવારના રોજ ઉજવાશે .

નિર્વાણ તિથિના રોજ ગુરુ પૂજા, સંપુટ ધૂન સંપુટ રામાયણ તથા નકલંક સંપુટ મંડળ બગથરા દ્વારા સંપૂર્ણ રામાયણ, સુંદરકાંડ મંડળ વીરપર (મચ્છુ )દ્વારા ધૂન આખો દિવસ ચાલું રહેસે.સાંજે 6:00 કલાકે મહા આરતી અને મહાપ્રસાદ યોજાશે.

નિર્માણ તિથી નિમિત્તે પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ, ધર્મ લાભ ,સત્સંગ અને સંપૂટ રામાયણનો લાભ લેવા તમામ ગુરુ ભક્તોને પધારવા નવનિર્માણ સમિતિ દ્વારા હાર્દિક નિમંત્રણ અપાયેલ છે

[wptube id="1252022"]








