JUNAGADHJUNAGADH RURAL

મનરેગા યોજના તળે જૂનાગઢના બિલખામાં એક નૂતન સર્જન

પ્લે ગ્રાઉન્ડના નિર્માણથી ગ્રામજનોને ૩૮૩ દિનની માનવ રોજગારી મળી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : તા.૦૨ માર્ચ, ૨૩ (ગુરુવાર) મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી (મનરેગા) યોજના હેઠળ જળ સંચય-સંગ્રહ, લઘુ સિંચાઇ, મેટલ રસ્તા, વૃક્ષારોપણ, જમીન સમતળ ઉપરાંત ગ્રામીણ વિકાસના જુદાં-જુદાં કામો થયા હોવાનું સાંભળ્યું હશે પરંતુ જૂનાગઢના બિલખામાં મનરેગા યોજના હેઠળ એક નૂતન અને આગવું સર્જન થયું છે. અહીંયા રમત-ગમત ક્ષેત્રે યુવાનો-વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલી ઉઠવાની સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ફીટ ઇન્ડિયા મુવમેન્ટને પણ એક નવો વેગ મળશે.
જૂનાગઢ જિલ્લા પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખની આગવી સૂઝના પરિણામે રુ.૫.૩૬ લાખના ખર્ચે ક્રિકેટ ઉપરાંત અન્ય રમતો રમી શકાય તેવું પ્લે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. આ નિર્માણથી ગ્રામજનોને ૩૮૩ દિનની માનવ રોજગારી પણ ઉપલબ્ધ થઇ છે. આમ, એક યોજનાના માધ્યમથી પ્રજાલક્ષી બહુહેતુ સિદ્વિ થયા છે.
રમતગમત માટે સાનુકુળ વાતાવરણનું નિર્માણ થાય અને ખાસ કરીને ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ, યુવાનોને રમતગમતમાં આગળ વધવા માટેની સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકાર નવા આયામો પર કાર્યરત છે.
આ ઉપરાંત મનરેગા યોજના હેઠળ ગ્રામીણ સ્તરે રોજગારી મળવાની સાથે ગ્રામીણ વિકાસ માટેનું ટકાઉ સંપતિનું નિર્માણ થઇ રહ્યું છે.
આ પ્લે ગ્રાઉન્ડના નિર્માણમાં બિલખા ગ્રામ પંચાયત, જૂનાગઢ તાલુકા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જૂનાગઢનો પણ સક્રિય સહયોગ રહ્યો છે.

[wptube id="1252022"]
Back to top button