શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે પ્રાથમિક વિભાગ પરિસરમાં જરૂરીયાતમંદ બાળકોને ચોપડા બેગ વિતરણ કરવામાં આવ્યાં

આજરોજ તારીખ 14 /6 /2023 ના રોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે પ્રાથમિક વિભાગ પરિસરમાં student development movement (S.D.M) નામની સંસ્થા જે હાલ અમદાવાદ ખાતે સામાજિક કાર્ય કરી રહી છે. જે સંસ્થા ના વડા નિવૃત I.A.S. અધિકારીશ્રી પી.બી .પટણી સાહેબ ના નેજા હેઠળ ચાલતી સંસ્થા છે જેનું વડુમથક અમદાવાદ ખાતે આવેલ છે જે સંસ્થામાં જોડાયેલ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા તેમજ દર વર્ષે બાળકોને શૈક્ષણિક વસ્તુઓ પૂરી પાડતા એવા શ્રી રાકેશભાઈ પટણી સાહેબ અને જંબુસર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખશ્રી અને આર.એસ.એસ. ના સક્રિય કાર્યકર એવા શ્રી શૈલેષભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને શાળામાં અભ્યાસ કરતા ગરીબ બાળકો અને જેના માતા-પિતા ગુજરી ગયા હોય એવા બાળકોને નોટબુક સ્કૂલબેગ અને અને જરૂરી શૈક્ષણિક વસ્તુઓ આપવામાં આવી. શાળા કેમ્પસમાં શ્રી નવયુગ વિદ્યાલયના અને શ્રીમતી એચ.એસ. શાહ. હાઇસ્કુલ , પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ ને પ્રેરણાદાયી પ્રવચન અને સામાજિક કાર્ય વિશે સમજ આપી આ પ્રકારનો એક નાનકડો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પ્રસંગે શાળા પરિવાર તરફથી શ્રી એલ .સી .રાઠવા સાહેબ ઉપસ્થિત મહેમાનોનો આભાર માન્યો.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





