AMRELI CITY / TALUKO

અમરેલી જિલ્લા માં વેબપોર્ટલ ના માધ્યમ થી ભરતી મેળો યોજાશે

જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી તા.૦૮ નવેમ્બરના રોજ ભરતી મેળો યોજાશે

યોગેશ કાનાબાર રાજુલા
અમરેલી તા.૦૬ નવેમ્બર, ૨૦૨૩ (સોમવાર) અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સોનાવા ગીયર્સ એન્ડ ટ્રાન્સમિશન પ્રા.લિ. પીપળીયા, રાજકોટ માટે ૧૮ થી ૪૦૪૦ વર્ષની વય મર્યાદા,ધોરણ-૧૨ પાસ સાથે ડીપ્લોમા, બી.ટેક, તેજમજ આઇ.ટી.આઇના તમામ ટ્રેડની લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન ખાતે તા. ૦૮.૧૧.૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતીમેળો યોજાશે. આ ઉપરાંત અનુબંધમ પોર્ટલ http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, સી-બ્લોક, પહેલો માળ, અમરેલીનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button