તા.૧૨/૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: શિયાળુ ઉનાળુ અને ચોમાસુ પાકમાં વારંવાર જીવાતો અને રોગો થતા હોય છે જેને નિયંત્રણમાં લેવા માટે અમુક સાવચેતી રાખવી પડે જેમાં જીરૂમાં ચુસિયા જીવાતોના નિયંત્રણ માટે લેમડા સાયહેલીથ્રીન ૧૪ મિલી દવા સાથે લીંબોડીનું તેલ ૫૦ મિલિ અથવા લીંબોળીના મીંજનું પાંચ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મિલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. તેમજ જીરૂમાં ચરમી અને રાખોડીનો ઉપદ્રવ ન થાય તે માટે ડાઈથેન એમ ૪૫, ૨૭ ગ્રામ અને હેક્ઝાકોનાઝોલ ૧૫ મિલી દવા વારાફરતી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવો. જેથી પાકને નુકસાન ન પહોંચે. તેમ જૂનાગઢ કૃષિ યુનીવર્સીટી, તરઘડિયાની યાદીમાં જણાવ્યું છે.
[wptube id="1252022"]