વિજાપુર પીલવાઈ કોલેજમાં મેથેમેટિક્સ અને લાઇફ સાયન્સ વિષય ઉપર નેશનલ કોન્ફરન્સ યોજાઈ

વિજાપુર પીલવાઈ કોલેજમાં મેથેમેટિક્સ અને લાઇફ સાયન્સ વિષય ઉપર નેશનલ કોન્ફરન્સ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પિલવાઇ કોલેજ ખાતે આવેલ ડો જે ડી તલાટી વિદ્યાસંકુલમાં આવેલી શ્રી યુ પી આર્ટસ શ્રીમતી એમ જી પંચાલ સાયન્સ એન્ડ શ્રી વી એલ શાહ કોમર્સ કોલેજના બાયોલોજી વિભાગ દ્વારા જીવન ઉપયોગી વૈજ્ઞાનિક વલણો અંગે જ્યારે પિલવાઇ કોલેજ અને પ્રમુખસ્વામી સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ગણિતશાસ્ત્ર વિભાગ દ્વારા “ગણિત ના વિષયક વિષયો ઉપર બે એકદિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો આ રાષ્ટ્રીય પરિસંવાદના ઉદ્ઘાટન સમારોહની શરૂઆત વામાંશી શાહ દ્વારા ગવાયેલ મધુર પ્રાર્થના ગીત થી કરવામાં આવી હતી.તેમજ પરિસંવાદ નો ઉદ્ધાટન સમારોહમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.રોહિત દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.બાયોલોજી વિભાગના અધ્યક્ષ ડો એચ એમ અંટે આ પરિસંવાદના આયોજનનો ઉદ્દેશ્ય સમજાવ્યો હતો તેમજ મંચસ્થ મહાનુભાવોનો પરિચય કરાવ્યો હતો. કોલેજના આચાર્ય ડો સંજય શાહે સંસ્થાનો પરિચય આપી દેશના વિવિધ પ્રદેશોમાંથી આવેલા અધ્યાપકો, સંશોધકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ ને આવકારવા માં આવ્યા હતા. તેમજ આ પરિસંવાદ સંશોધનના આદાન-પ્રદાનનું સુયોગ્ય પ્લેટફોર્મ બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સમારોહમાં સુખડીયા યુનિવર્સિટી ,ઉદયપુર ના ડૉ વિજયકુમાર વિશ્વકર્મા એ બીજરૂપ વક્તવ્ય આપ્યું હતું. સદર પરિસંવાદ માં ડૉ વિજય કુમાર કોલી(બાયોલોજી) અને ડૉ.મોહિત કુમાર( ગણિતશાસ્ત્ર) મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા .આ કોલેજ મંડળના મંત્રી મુકેશ સિંહ વિહોલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સમારોહનું સંચાલન ડો કે એ પટેલ, ડૉ સી એ આચાર્ય, ડૉ સ્વાતિ શર્મા તથા પ્રા પ્રિયંકા પટેલે કર્યું હતું. આ રાષ્ટ્રીય સેમિનાર માં ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટી માંથી આવેલ રિસર્ચ સ્કોલર/ ફેકલ્ટી દ્વારા ગણિત શાસ્ત્ર વિષયમાં જુદા જુદા ટોપિક ઉપર ૩૦ ઓરલ અને ૪૫,જેટલા પોસ્ટર , તેમજ બાયોલોજી માં પણ ૨૫, ઓરલ અને ૪૮ જેટલા પોસ્ટર સંશોધન પેપરો નું પ્રેઝન્ટેશન કરવામાં આવેલ હતું. સમારોહની આભારવિધિ ડો નીલા પટેલ, અધ્યક્ષ, ગણિત શાસ્ત્ર વિભાગ દ્વારા કરવામાં આવી હતી





