
વિજાપુર પિલવાઈ ગામે સ્વનિર્ભર મહિલાઓ માટે સિવણ કલાસ શરૂ કરાયુ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પિલવાઈ ગામે મહિલાઓ સ્વનિર્ભર બની શકે અને આત્મનિર્ભર થઈ શકે તેને લઇને પિલવાઈ ગામના મહિલા અગ્રણી રંજનબા વિહોલ ના નેતૃત્વમાં સીવણ માટે ની સંસ્થા ખુલ્લી કરવામાં આવી હતી આ અંગે રંજનબા વિહોલે જણાવ્યું હતુ કે પિલવાઈ ગામના આસપાસ ની મહિલાઓ આત્મનિર્ભર બની પરિવાર ના લોકોને મદદ રૂપ બને તેવા ઉદ્દેશ સાથે સરકારી સંસ્થા ની મદદ થી સીવણ કલાસ શરૂ કરવામાં આવ્યું છે જેમાં વધુમાવધુ મહિલાઓ જોડાય તે માટે નોંધણી કરવામાં આવી હતી આ સંસ્થા ના કાર્યક્રમ માં બીઆર ગૃપ વિસનગર ના ભાવેશભાઈ ઉપસ્થિત રહી સીવણ અંગે મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ આ કાર્યક્રમમાં મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જોડાયા હતા
[wptube id="1252022"]









