KHEDBRAHMASABARKANTHA

ખેડબ્રહ્મા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ હતી જેમાં બિલકુલ સુખ શાંતિ પૂર્વક 97% જેટલું મતદાન થયું

તારીખ 10 2 2024 ને શનિવારના રોજ ખેડબ્રહ્મા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ હતી જેમાં બિલકુલ સુખ શાંતિ પૂર્વક 97% જેટલું મતદાન થયું હતું જેમાં તાલુકા શિક્ષક સંઘમાં મંત્રી પદ માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જે પૈકી શનિવારની મોડી રાત્રે મતદાન બાદ મત ગણતરી હાથ ધરતાં ખેરોજ જૂથના નવામોટા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રાઠોડ હરપાલસિંહ કૃષ્ણસિંહ 385 મતથી વિજેતા જાહેર થયા હતા. બિલકુલ સરસ વાતાવરણમાં સુખ શાંતિ પૂર્વક ખેડબ્રહ્મા તાલુકામાં શિક્ષક સંઘમાં નવો ચહેરો મંત્રી પદે જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે ત્યારે નવામોટાના સમગ્ર ગ્રામજનો દ્વારા હરપાલસિંહ રાઠોડ જ્યારે શાળામાં પહોંચ્યા ત્યારે આખું એ ગામ જાણે સમુદ્ર હિલોળે ચડ્યો હોય એમ એકઠા થયા હતા અને આદિવાસી સંસ્કૃતિની પરંપરા મુજબ 11 ઢોલ માથે પાઘડી પહેરાવી કુમકુમ તિલક કરી, ફૂલહાર પહેરાવી અને સમગ્ર સ્ટાફ સહિત તમામે હરપાલસિંહ રાઠોડનું જબરજસ્ત ઉત્સાહપૂર્વક સામૈયું કર્યું હતું તે બદલ સમગ્ર નવા મોટા ગ્રામજનો અને યુવાન મિત્રોનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં હરપાલસિંહ રાઠોડ ને ખુબ ખુબ શુભેચ્છાઓ..

અહેવાલ.. કિરણ ડાભી.. ખેડબ્રહ્મા..

[wptube id="1252022"]
Back to top button