JETPURRAJKOT

Jetpur: જેતપુરના રબારીકા ગામની સીમમાંથી વિદેશી દારૂની 382 બોટલ સાથે 2 ઝડપાયા : 3 ફરાર, એલસીબીની કાર્યવાહી 

તા.૧૧/૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, jetpur: રાજકોટ ગ્રામ્ય એલસીબીએ જેતપુર ઉધ્યોગ નગર પોલીસ હદમાં આવેલ રબારીકા ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે 2 શખ્સને ઝડપી લીધા હતા, એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પીએસઆઇ ડી.જી. બડવા તથા પો.હેડ.કોન્સ. દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, વિરરાજભાઈ ધાંધલ નાઓને સંયુક્ત બાતમી હકિકત આધારે રબારીકા ગામની સીમ વિપુલભાઈ હાથીભાઈ લાલુ ની કબ્જા ભોગવટાની વાડીની ઓરડી માંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો સાથે, હરેશ ઉર્ફ હરીયો રવજીભાઈ મકવાણા તથા, સંદીપભાઈ રવજીભાઈ માયાણી ને ઝડપી પાડ્યા હતા,

જ્યારે આ ગુન્હામાં ફરાર જાહેર કરેલ આરોપી, વિપુલભાઈ હાથીભાઈ લાલુ રહે.રબારીકા, સાગરભાઈ પરમાર રહે.જેતપુર, વિકી ચાવડા. રહે.ગોડલ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા કબ્જે કરેલ મુદ્દામાલ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ- ૩૮૨ જેની કુલ કિ.રૂ. ૭૮,૧૨૫/- આ દરોડામાં કામગીરી કરનાર એલ.સી.બી. ના પોલીસ પીઆઈ વી.વી.ઓડેદરા તથા પીએસઆઇ ડી.જી.બડવા, પીએસઆઇ એચ.સી.ગોહીલ તથા પો.હેડ.કોન્સ. નિલેશભાઈ ડાંગર, દિવ્યેશભાઈ સુવા, વિરરાજભાઈ ધાંધલ, શક્તીસીંહ જાડેજા, પો.કોન્સ. મેહુલભાઈ સોનરાજ, કૌશીકભાઈ જોશી, મહેશભાઈ સારીખડા, ડ્રા. પો.કોન્સ. અબ્દુલભાઈ શેખ દ્વારા કરવામાં આવેલ

[wptube id="1252022"]
Back to top button