FATEPURA

આર્ટ્સ કોલેજ ફતેપુરા ખાતે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું

વાત્સલ્યમ્ સમાચાર

જુનેદ પટેલ-ફતેપુરા

 

તા. ૮/૨/૨૦૨૪નાં રોજ આર્ટ્સ કોલેજ ફતેપુરા ખાતે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોલેજનાં ૬૫ જેટલાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ગોળા ફેંક અને ચક્રફેંક ની સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ગોળાફેંક સ્પર્ધા(ભાઈઓ) માં પારગી પ્રેમચંદ પ્રથમ, તાવીયાડ મનોજ દ્વિતીય અને મછાર નીતિન તૃતીય નંબરે વિજેતા થયેલ છે, ચક્રફેંક સ્પર્ધામાં નિનામા જયેશ પ્રથમ, નિનામા રાજેશ દ્વિતીય, ડીંડોર મનોહર તૃતિય નંબરે વિજેતા થયેલ છે, જયારે ગોળાફેંક (બહેનો) ની સ્પર્ધામાં ગરાસિયા મિત્તલ પ્રથમ, તાવીયાડ અલકા દ્વિતીય, બામાણિયા નયના તૃતીય નંબરે વિજેતા થયેલ છે, ચક્રફેંક સ્પર્ધામાં ગરાસિયા મિત્તલ પ્રથમ, તાવીયાડ અલકા દ્વિતીય, કામોલ સોનલ તૃતીય નંબરે વિજેતા થયેલ છે.સ્પર્ધામાં પ્રા. શ્રી એમ. એન. વ્યાસ સાહેબ, પ્રા. પી. ડી. પરમાર સાહેબ, ડૉ. દેશળરાજબા રાઠોડ અને ડૉ ભાનુબેન રાઠોડે પંચકાર્ય કર્યું હતું. કોલેજનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. વિજેતા ખેલાડીઓને કોલેજના કા. આચાર્યશ્રી ડૉ. મનહરભાઈ ચરપોટ સાહેબ અને સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતાં અને ઉજ્જવળ ભવિષ્ય ની શુભેચ્છાઓ પાઠવી હતી.સમગ્ર સ્પર્ધાનું આયોજન શારીરિક શિક્ષણ વિભાગ નાં ડૉ. યોગેન્દ્રસિંહ અને રમત સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.સ્પર્ધામાં ખેલાડીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button