એવા તે કેવા રોડ…? મેઘરજ તાલુકામાં ગ્રામપંચાયત દ્વારા બનાવવામા આવેલા RCC રોડની તપાસ અધ્ધર તાલે

અહેવાલ
અરવલ્લી : હિતેન્દ્ર પટેલ
એવા તે કેવા રોડ…? મેઘરજ તાલુકામાં ગ્રામપંચાયત દ્વારા બનાવવામા આવેલા RCC રોડની તપાસ અધ્ધર તાલે

મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામપંચાયત દ્વારા બનાવેલા RCC રોડ માં મસ મોટો ભ્રષ્ટાચાર થતો હોવાના પુરાવા જોવા મળ્યા છે જે માત્ર છ મહિના કે એક વર્ષમાં રસ્તો ની દયનીય હાલત જોવા મળી રહી છે અને રસ્તાઓ તૂટવા લાગ્યા છે આ બાબતે વારંવાર મીડિયા દ્વારા અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે છતાં તાલુકા વિકાસ અધિકારીનું પેટનું પાણી પણ હલતું નથી અને આ બાબતે કોઈપણ તપાસ પણ કરવામાં આવતી નથી ત્યારે આ બાબતે મેઘરજ તાલુકામાં હાલ મોટાભાગે સરપંચો જ કોન્ટ્રાકટરો બની બેઠા છે અને કામોના બીલો ટકાવારી આપી ને પાસ કરાવવા લાગ્યા છે પરંતુ સવાલ એ છે કે જો માત્ર એક જ વર્ષમાં રસ્તાની હાલત દયનીય હોય અને તૂટી જતા હોય તો કઈ રીતે કામોના બીલો પાસ થાય છે..? જેવા પ્રશ્નો ઉભા થયાં છે મેઘરજ તાલુકામાં ફરજ બજાવતા SO પણ આ બાબતે કોઈપણ પ્રકારની તપાસ કરવા ન ઇચ્છતા હોય તેવું લાગી રહ્યું છે જો આ બાબતે ઉચ્ચ કક્ષાએથી જો રસ્તાની બાબતે તપાસ કરવામાં આવે તો મેઘરજ તાલુકાની ગ્રામ પંચાયતના રસ્તાઓના કામોમો મસ મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે તેવું હાલ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે હવે જોવું એ રહ્યું કે શું તાલુકા વિકાસ અધિકારી આ બાબતે તપાસ કરે છે કે બચાવ..!!








