MORBIMORBI CITY / TALUKOUncategorizedWANKANER

WANKANER:વાંકાનેર રહેણાંક મકાનમાથી વિદેશી દારૂના જંગી જથ્થા સાથે ઇસમ ઝડપાયો

વાંકાનેરના આરોગ્યનગર શેરી નં ૫ માં આવેલ આરોપીના રહેણાંક મકાનમાં પૂર્વ બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસ ટીમે દરોડો પાડી વિદેશી દારૂની નાની-મોટી કુલ ૫૫૨ બોટલના જંગી જથ્થા સાથે એક આરોપીની સ્થળ ઉપરથી અટક કરી હતી જયારે અન્ય આરોપી દરોડા દરમિયાન હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ ટીમના પો.હેડ કોન્સ. યશપાલસિંહ પરમારને બાતમી મળેલ કે વાંકાનેરના આરોગ્યનગર શેરી નં.૫ માં આવેલ અજયસિંહના રહેણાંક મકાનમાં આરોગ્યનગરમાં રહેતા કિશનભાઈ લુવાણા સાથે ભાગીદારીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા હોય જેવી બાતમીને આધારે આરોગ્યનગર શેરી.૫ માં દરોડો પાડતા મકાનમાં અંદર પાછળ આવે બેઠક રૂમમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૫૫૨ નંગ બોટલ સાથે આરોપી કિશનભાઇ અશોકભાઈ ખીરૈયા ઉવ.૩૦ રહે.વાંકાનેર આરોગ્યનગર ૪ ની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી, જયારે આરોપી અજયસિંહ વનરાજસિંહ ઝાલા દરોડા દરમિયાન હાજર મળી આવેલ ન હોય જેથી તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપોને ઝડપી લેવા ચાજરો ગતિમાન કર્યા છે.

[wptube id="1252022"]
Back to top button