MORBIMORBI CITY / TALUKOUncategorized

MORBI:મોરબી મહાનગરપાલિકા બનશે જાહેરાત બાદ સીલીકોસીસ પીડીત સંધમા આનંદ ઉલ્લાસ.

મોરબી મહાનગરપાલિકા બનશે જાહેરાત બાદ મોરબી સીલીકોસીસ પીડીત સંધમા આનંદ ઉલ્લાસ.

હવે મોરબી મહાનગરપાલિકા બની જશે તો હવે મોરબીમા કામદારો સીલીકોસીસથી મરતા બચી જશે. – સીલીકોસીસ પીડીત સંધ મોરબી મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે તેવી જાહેરાતના ૩ દિવસ બાદ મોરબી જિલ્લામાં રાજુભાઈનુ ૪૧ વર્ષની ઉમરે સીલીકોસીસના કારણે અવસાન થયું. તેમને સીલીકોસીસ શુ છે અને સીરામિકમા ભરાઈ કામથી આવી કોઈ સીલીકોસીસ નામની વ્યવસાયીક બીમારી થઈ શકે તેવી ખબર ન હતી અને ના કોઈ દ્વારા કહેવામા આવ્યુ હતુ. જો કહેવામા આવ્યુ હોય તો તે કામ જ ન કરે એવુ બની શકે એટલે કિધુ નહિ હોય. છેલ્લા ૧ વર્ષથી કાઈ કામ જ ન કરી શકતા. હોસ્પિટલમા વારમવાર દાખલ કરવા પડતા એમની પત્ની પાસે પૈસા ન હતા તો એમને પોતાના પાસે રહેલો સોનાનો દોરો પણ ગીરવી રાખી દિધો છે, છતા રાજુભાઈને ન બચાવી શકયા. રાજુભાઈના ૪ બાળકો છે એમના શિક્ષણ અને પરવરીશની જવાબદારી હવે એમના પત્ની ઉપર છે જે પોતે મજુરી કામ કરે છે.
આવી રીતે હજી કેટલા કામદારો મરશે ?
આ ઉદ્યોગો કેટલાનો ભોગ લેશે. ?
મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા બાદ શુ પગલા લેવામા આવશે ?
સીલીકોસીસથી પીડીતો માટે હમણા ૨૪-૧૧-૨૩ તારીખે અન્યોદય રેશન કાર્ડ માટે કરેલ અરજી બાબતે પણ કોઈ જવાબ નથી આવ્યો શુ મ્યુનિસિપલ કોર્પોરેશન બની જવા પછી સીલીકોસીસ પીડીતોને અન્યોદય રેશન કાર્ડનો લાભ મળશે ?
ત્યારે સીરામીક ઉદ્યોગને કારણે વિશ્વભરમાં નામના ધરાવતા મોરબી જિલ્લો હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે. ત્યારે સીરામીક ઉદ્યોગમાં કામ કરતા લાખો કામદારો માટે મોરબી મહાનગરપાલિકા બન્યા પછી સિલિકોસીસનું જોખમ ઓછુ થશે અને સીલીકોસીસ થાય તો યોગ્ય પોલીસીનુ નિર્માણ થશે, એવી સીલીકોસીસ પીડીત સંધ મોરબીની આશા જાગી છે.૨ ફેબ્રુઆરી રોજના ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા રાજ્યના વર્ષ ૨૦૨૪-૨૫ ના બેજેટમાં મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે તેવી જાહેરાત કરતા મોરબીને મહત્વની ભેટ મળી છે. તેના અત્યાર સુધી પ્રમુખ અને ચીફ ઓફિસર પાલિકાનું સંચાલન કરતા હતા. જોકે ચીફ ઓફિસરની પાસે સત્તાઓની કેટલીક મર્યાદા હોય છે. ખાસ કરીને ટેક્નીકલ સ્ટાફને લઈને. પરંતુ હવે કમિશ્નર પદ હોવાને લઈ સત્તાઓ વધશે, જેથી સીલીકોસીસ નીદાન કરવામા આવતી સમસ્યા વિશે વિચારણા થશે હાલ સુધી મોરબી જિલ્લાની સરકારી હોસ્પિટલમા સીટીસ્કેન મશીન ન હતુ તો અમને ખાતરી છે કે હવે મોરબી સરકારી હોસ્પિટલમા સીટીસ્કેન મશીન થોડા જ સમયમા જોવા મળશે આવુ સીલીકોસીસ પીડીત સંધ મોરબી જાણાવે છે.
સીલિકોસિસ પીડિતો માટે પુનઃવસન નીતી રાજસ્થાન, પ. બંગાળ, ઝારખંડ, હરિયાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની સરકારો એ બનાવીને અમલમાં મૂકી છે. ગૂજરાત નાત તમામ જિલ્લાઓમાં સિલીકોસિસ ના દર્દીઓ હોવા સંભાવના છે. ૨૦૧૭ માં રા. માં. અધીકાર પંચે ( NHRC ) ગૂજરાત સરકારને આવી નીતિ બનાવવા ભલામણ કરી હતી. હવે મહાનગરપાલિકા બની ગયુ છે તો જે સીલીકોસીસથી અવશાન થાય અને પીડીત હોય એની તેના સાચા આંકડા બહાર આવશે એવા વિશ્વાસ સાથે મોરબી મહાનગરપાલિકા બનશે એની શુભેચ્છા, સાથે સાથે વિશ્વભરમા સીરામીક હબ તરીકે જાણીતા મોરબીની સીલીકોસીસ હબ તરીકેની ઓળખાણ બની જશે એવો ડર પણ લાગવો જોઈએ.

[wptube id="1252022"]
Back to top button