MORBI:ડિજિટલ ગુજરાત મા સર્વર ડાઉન થી મોરબી ની સરકારી કચેરીઓમાં અરજદારોની કતાર લાગી

MORBI:ડિજિટલ ગુજરાત મા સર્વર ડાઉન થી મોરબી ની સરકારી કચેરીઓમાં અરજદારોની કતાર લાગી
“રેશનકાર્ડ આધારકાર્ડ નો ક્રિમિનલ દાખલા જ્ઞાતિ જાતિના દાખલા નામ સુધારા વધારા અંગે પડી હાલાકી વહારે વિકાસ”
લોકસભા 2024 ચૂંટણી અંતર્ગત શાસન પક્ષ ભાજપ પાર્ટી પક્ષના આદેશ અનુસાર કાર્યકરો હોદ્દેદારો જન સંપર્ક સાથે જનમેદની કાર્યક્રમ શરૂ કરી દીધા છે પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ આધુનિક યુગમાં ડિજિટલ ગુજરાત મા મોરબી જિલ્લા પંથકની મતદાર પ્રજાની હાલાકી હજુ જુના ઢાંચા ની વળેલી હોય તેમ સરકારી કચેરીઓમાં જોવા મળે છે મોરબી જિલ્લા પંચાયતમાં સેવાસદન કચેરી મામલતદાર કલેકટર નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વગેરે વગેરે કચેરીના મધ્યમથી થતા કાર્યો કોમ્પ્યુટર માં સર્વર ડાઉન હોવાના કારણે અટકી પડ્યા હોય તેમ મોરબીની પુરવઠા કચેરી સહિતની વિવિધ કચેરીઓમાં અરજદારોની કટાર લાંબી જન સંખ્યામાં જોવા મળે છે ત્યારે વિકાસની વાતો કરનાર શાસન પક્ષ ભાજપના નેતાઓ સામે કહેવાતા વિરોધ પક્ષ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નેતાઓ વિરોધ પ્રદર્શન કે રજૂઆત કરે તો સાંભળે પણ કોણ? આ લોકશાહીમાં જાણે તાનાશાહી શાસન પક્ષ નેતાઓની નિષ્ક્રિયતા પ્રકાશમાં આવતી હોય તેમ સમસ્યાઓ નું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહેલા નેતાઓની નબળી કાર્યપદ્ધતિ હોવા છતાં દેખાવ પ્રદર્શન સાથે લોકસભા 2024 ચૂંટણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં વિકાસની વાતો વિકાસની ગાથાઓ થી સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે .
વાસ્તવિકતા મોરબી શહેર જિલ્લાના મુખ્ય માર્ગો પર પૂરતી ધૂળની ડમરીઓ જાહેર માર્ગો માં ખાડા એમાં ભરાતા ગંદી ગટરના પાણી છતાં વિકાસની વાતો કરનાર નેતાઓએ એક વખત સરકારી કચેરીઓમાં મુલાકાત કરવી જોઈએ જેથી ખબર પડે કે વિકાસ માત્ર કહેવાનું છે વાસ્તવિકતામાં ડિજિટલ ગુજરાતમાં સર્વર ડાઉન હોવાથી અરજદારોને હાલાકી નો ભોગ બનવું પડે છે નો ક્રિમિનલ દાખલા આવક ના દાખલા જ્ઞાતિ જાતિના દાખલા આધારકાર્ડ રેશનકાર્ડ માં સુધારા વધારા સહિત વગેરે કામગીરીમાં સરકારી કચેરીઓમાં લાંબી અરજદારોની કટાર લાગતી જોવા મળે છે છતાં વિકાસની વાતો કરનાર નેતાઓએ મોરબી જિલ્લા પંથકની સરકારી કચેરીઓની મુલાકાત કરી ખરા અર્થે અરજદારોને પડતી હાલાકી હળવી કરી ખરા અર્થે વિકાસની દિશામાં વણાંક આપવો જોઈએ જેથી લાખો કરોડોના ખર્ચા દેખાવ પ્રદર્શનમાં રાજકીય નેતાઓને કરવાના પડે ખોટી પ્રસિધ્ધિ પ્રાપ્ત કરવા પાછળ હજારો કરોડ વિકસિત યાત્રા ના રથ કાઢીને સસ્તી પ્રસિધ્ધિ પ્રાપ્ત કરનાર નેતાઓએ રાષ્ટ્રહિત સાથે પ્રજાહિત કાર્ય કરવું જોઈએ