MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકામાં દિવેલા પાક માં લુએસ નામની ઈયર ના રોગ ના કારણે ઉત્પાદન માં ઘટાડો

વિજાપુર તાલુકામાં દિવેલા પાક માં લુએસ નામની ઈયર ના રોગ ના કારણે ઉત્પાદન માં ઘટાડો

વરિયાળી માં કાળિયો ચરમી સાકરીયા નો રોગ રાયડા માં મોલો મછી ના રોગ નો ઉપદ્રવ વધ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં વાદળછાયા વાતાવરણ ના કારણે દિવેલા વરીયાળી રાયડા જેવા કૃષિ પાકો માં રોગો ઉભા થતા ખેડૂત ને પાક ના ઉત્પાદન માં ઘટાડો જોવા મળ્યો છે ખેડૂત ને કૃષિપાક ને બચાવવા માટે ખાતર રાસાયણિક દવાઓ નો ખર્ચા નું પણ વળતર મળે નહીં તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં રાયડો વરીયાળી દિવેલા જેવા પાકોનો વાવેતર કરાયુ છે શરૂઆત ના દિવસો માં દિવેલા રાયડા અને વરીયાળી ના પાકો નું સારું ઉત્પાદન થશે તેવી ખેડૂતો ની આશાઓ ઉપર વાતાવરણ ના વારંવાર ના ફેરફાર ને કારણે ઠંડુ પાણી ફરી ગયું છે જોકે હાલમાં દિવેલા ના પાક માં લુએસ નામની ઈયર ના કારણે પાક ને કોતરી ખાવાથી તેના ઉત્પાદન માં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે જ્યારે વરીયાળી ના પાક માં કાળીયો ચરમી સાકરીયા જેવા રોગ અને રાયડા માં મોલો મછી જેવા રોગ નો વધારો જોતા આ કૃષિ પાકો માં ઘટાડો જોવા મળતા ખેડૂત ને કૃષિપાકના ઉત્પાદન ને કારણે ચિંતા ઉભી થઇ રહી છે.

[wptube id="1252022"]
Back to top button