
વાત્સલ્ય સમાચાર આસીફ મહીસાગર
સપના પૂરી કરતી યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મહેશભાઇ સોલંકીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) નો લાભ મળતા સરકારનો આભાર માન્યો
થોડા મારા ઘરના અને થોડા મોદી સાહેબના સહાય થકી મે મારા સપનાનું પાક્કું મકાન બનાવ્યું – લાભાર્થી મહેશભાઇ સોલંકી

રોટી, કપડાં,શિક્ષણ અને મકાન એ દરેક માનવીની પ્રાથમિક જરૂરિયાત હોય છે અને રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીને પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવા માટે પ્રયત્નશીલ છે. દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે એની પાસે પોતાનું એક પાકું મકાન હોય ત્યાં તેઓ પોતાના પરિવાર સાથે સુખ સાંતીથી પોતાનું જીવન પસાર કરી શકે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અનેકવિધ લોક કલ્યાણકારી યોજના થકી લાભ આપી તેમના સપના પૂરા કરવા માટે પ્રયત્નશીલ છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના આવા જ એક પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ના લાભાર્થી મહેશભાઇ સોલંકી જણાવે છે કે, પેહલા હું મારા પરિવાર સાથે કાચા મકાનમાં રેહતા જેંના થકી ચોમાસામાં વરસાદના કારણે અને વાવાઝોડું આવવાથી મકાન પડી જાય તેવી હાલતમાં હતું જેથી જાનનું જોખમ પણ રેહતું હતું. પછી એક દિવસ મને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ની માહિતી મળતા મે ફોર્મ ભર્યું અને મંજૂર થયું જેમાંથી થોડાક મારા ઘરના અને થોડાક મોદી સાહેબના સહાય થકી મે મારા સપનાનું પાક્કું ઘર બનાવ્યું અને આજે હું મારા પરિવાર સાથે સુખ શાંતિથી જીવન પસાર કરી રહ્યો છું તે બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.








