JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લા પંચાયત દ્રારા જિલ્લા કક્ષાની  પશુપાલન શિબિર કમ પ્રદર્શન શ્રી વલ્લભ ગૈાશાળા  વાડલા ખાતે યોજાઈ

જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની  પશુપાલન શિબિર કમ પ્રદર્શનનો ૩૦૦ થી વધુ પશુપાલકો એ લાભ લીધો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લા પંચાયત દ્રારા જિલ્લા કક્ષાની  પશુપાલન શિબિર કમ પ્રદર્શન શ્રી વલ્લભ ગૈાશાળા વાડલા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
જિલ્લા પંચાયત જૂનાગઢ પ્રમુખ  શ્રી હરેશભાઈ ઠુંમરે આ તકે ખેડૂતોને આધુનિક ઢબે પશુપાલન થકી આર્થીક રીતે સમૃધ્ધ થવા ,પશુપાલકોની આવક બમણી કરવા તેમજ ગૌપાલનથી ઉર્જાવાન બનવા આહવાન કરવામાં આવ્યુ હતુ. તેમજ શિબીરના સુંદર આયોજન બદલ પશુપાલન ટીમને અભિનંદન આપ્યા હતા.
જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિતીન સાંગવાન એ પશુપાલન ખાતાની યોજનાઓનો લાભ લઈ  આધુનિક ઢબે પશુપાલન થકી આવક બમણી કરવા અપીલ કરી હતી. તેમજ સારી ઓલાદની વાછરડીઓ માટે સેક્સડ સીમેન ડોઝ દ્રારા પશુઓના સંવર્ધન કરવા ભાર મુકવામાં આવ્યો હતો.
શિબીરમા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અને પશુપાલન કરતા ખેડુત અશોકભાઈ ભાલોડીયાએ પ્રાકૃતિક ખેતી અને પશુ સાર સંભાળ અને માવજત અંગે તેમના અનુભવો જણાવ્યા હતા. અને નફાકારક પશુપાલન અને પ્રાકૃતિક ખેતી કરવા જણાવેલ તેમજ તેમના દ્રારા ઉત્પાદન થતી પ્રાકૃતીક ખેત પેદાશો ખેત ઉત્પાદન બજાર સરદાર બાગ, જૂનાગઢ ખાતે વેચાંણ કરી સારો નફો મેળવી રહયા છે.એમ જણાવ્યુ હતુ.
આ પ્રસંગે ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત જૂનાગઢ મુકેશભાઈ કણસાગરા, ચેરમેન ખેતી પશુપાલન સહકાર સિંચાઈ ઠાકરશી ભાઈ જાવિયા, શિક્ષણ સમિતી ચેરમેન અરજણભાઈ દિવરાણીયા, સભ્ય જિલ્લા પંચાયત કંચનબેન ડઢાણીયા, ઉપ-પ્રમુખ, તાલુકા પંચાયત વંથલી ગોવિંદભાઈ હુંબલ, રાજકીય આગેવાન, મનોજભાઈ ઠુમર, મનોજભાઈ જાની, ચેરમેન માર્કેટીંગ યાર્ડ-વંથલી ભાવેશભાઈ મેંદપરા, રમેશભાઈ ડાંગર, દિનેશભાઈ સુવાગીયા માજી. ચેરમેન સામજીક ન્યાય સમિતી, જિલ્લા પંચાયત જુનાગઢ કાંતીભાઈ કાબા સરપંચઓ વગેરે મહાનુભાવો હાજર રહી પશુપાલકોને માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરૂ પાડયુ હતુ.
આ શિબીરમાં જિલ્લામાંથી ૩૦૦થી વધુ પશુપાલકોએ ભાગ લીધો હતો. શિબીરમાં આધુનિક ઢબે પશુપલાન કરવા સફળ પશુપાલનના ચાર મુખ્ય આધાર સ્તંભો  પશુપસંદગી, પશુસંવર્ધન, પશુઆરોગ્ય અને  પશુપોષણ અને પશુમાવજતની સાથે પશુપાલનને સફળ બનાવવા સરકારની પશુપાલનની સહાયકારી યોજનાઓ વિશે નાયબ પશુપાલન નિયામક, ડો વિરલ આહિર, મદદનીશ પશુપાલન નિયમાક ડો.એ.પી.ગજેરા, નિવૃત મદદનીશ પશુપાલન નિયામક ડો.કારેથા, મદદનીશ પશુપલાન નિયામક ડો.દિલીપ પાનેરા, ડૉ.સબાપરા વેટરનરી કોલેજના સહ પ્રાધ્યાપક, આત્મા પ્રોજેકટ ડાયરેકટરશ્રી, દિપક રાઠોડ વગેરે દ્રારા ઉપસ્થિત પશુપાલકોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
આ શિબીરનું સફળ આયોજન જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, જિલ્લા વિકાસ અધિકરી નિતીન સાંગવાન  અને જિલ્લા કલેકટર અનિલ રાણાવસીયાની સુચના તેમજ જિલ્લા પશુપાલન ખેતી સહકાર સિંચાઈ સમીતીના અધ્યક્ષા શ્રીમતી આરતીબેન હિતેશભાઈ જાવીયાના માર્ગદર્શનમાં કરવામાં આવ્યુ હતુ.
શિબીરને સફળ બનાવવા પશુચિકિત્સા અધિકારી ડો.ડી.કે.ચોચા, ડો.એમ.જી.ચોથાણી, ડો.બી.બી.રાતીયા, ડો.કે.પી.સોલંકી, ડો.એસ.બી.દુધાત્રા તેમજ જિલ્લા પશુપાલન ટીમ દ્રારા ખાસ જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button