તા.૭/૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી, જાગૃતતા અને સંશોધનાત્મક અભિગમ કેળવાય તે હેતુસર સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ “વિશ્વ કઠોળ દિવસ” નિમિતે “હેલ્ધી સલાડ મેકિંગ” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો રોજીંદા ભોજનમાં કઠોળનું મહત્વ સમજે તે માટે આયોજિત આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વહેલી તકે https://bit.ly/RSCReg લિંક ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સ્પર્ધકોએ કઠોળ સહિત જરૂરી સામગ્રી ઘરેથી સાથે લાવવાની રહેશે. આ સ્પર્ધાનું પરિણામ મુલાકાતીઓના વોટીંગના આધારે નક્કી કરવામાં આવશે તેમ રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








