
જંબુસર તાલુકા ના કાવી ગામે થી દરિયા મા મચ્છી પકડવા ગયેલ માછીમાર ભાઈઓ ની જાળ મા શિવલિંગ ફસાઈ ને આવતા માછીમાર ભાઈઓ એ ભારે જહેમત થી આશરે એક કિવીન્ટલ વજન ધરાવતા શિવલિંગ ને પોતાની નાવ મા મુકી ને કાવી દરિયા કિનારે લાવતા ગ્રામજનો દરિયા કાંઠે શિવલિંગ ને નિહાળવા ઉમટી પડયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકા ના કાવી ગામ ના મચ્છીમારી ના વ્યવસાય સાથે સંકળાયેલ કાળીદાસ વાધેલા મંગળ કાળીદાસ ફકીરા સહિત ૧૨ જેટલા માછીમાર ભાઈઓ છગનભાઈ સોમા ભાઈ વાધેલા ની નાવડી લઈ ને દરિયા મા ધનકા તીર્થ પાસે તેઓએ બાંધેલ જાળા માથી મચ્છી કાઢવા ગયેલ હતા.ત્યારે જાળ મા શિવલિંગ આકાર નો પથ્થર પણ ફસાઈ ગયો હતો.તેને જાળ માથી બહાર કાઢી ને સાફ કરી ને જોતા શિવલિંગ હોવાનુ જણાઈ આવેલ હતુ.આ શિવલિંગ સમો પથ્થર ભરતી ના નીર મા તરતો હતો.પરંતુ ભરતી ના નીર ઓસરતા તે વજનદાર હોય ઉંચકાતો પણ ન હતો.આશરે એક કિવીન્ટલ વજન ધરાવતા શિવલિંગ ને માછીમાર ભાઈઓ એ અન્ય નાવ ના માછીમારો ની મદદ થી ભારે જહેમત થી પોતાની નાવ ઉપર ચડાવી કાવી દરિયા કિનારે લાવ્યા હતા. અને દરિયા કિનારે તેને મુકી પાણી થી સાફ-સફાઈ કરતા આ શિવલિંગ સ્ફટિક નુ હોવાનુ તથા અંદર ની શંખ,નાની મૂર્તિ ઓ હોવાનુ જણાઈ આવ્યુ હતુ. આ હકીકત ની જાણ કાવી ગામ મા વાયુવેગે પ્રસરતા ગ્રામજનો શિવલિંગ ને નિહાળવા દરિયા કાંઠે ઉમટી પડયા હતા.







