BHARUCHNETRANGUncategorized

રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન કાર્યક્રમને લઇ ને નેત્રંગ પ્રાથમિક શાળાના બાળકો થકી જનજાગૃતિ અભિયાન રેલી નિકળી.

રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન કાર્યક્રમને લઇ ને નેત્રંગ પ્રાથમિક શાળાના બાળકો થકી જનજાગૃતિ અભિયાન રેલી નિકળી

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૭/૦૨/૨૦૨૪

 

ભરૂચ જીલ્લામા હાથીપગો રોગ દેખાદેતા ડીસ્ટીક હેલ્થ સોસાયટી ભરૂચ દ્રારા રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન કાર્યક્રમ હેઠળ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામા આવ્યુ છે.

 

જેના ભાગ રૂપે નેત્રંગ બ્લોક હેલ્થ ઓફિસર ડૉ.એ.એન.સીંગ ની સીધી દેખરેખ હેઠળ નેત્રંગ તાલુકામા જનજાગૃતિ અભિયાન હેઠળ અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેના ભાગ રૂપે આજે નેત્રંગ નગરમા મુખ્ય પ્રાથમિક શાળાના બાળકો થકી બેનરો સાથે સુત્રચાર સાથે નગરના મુખ્ય માર્ગ પર જનજાગૃતિ રેલી યોજવામા આવી હતી. આ રેલીમાં બાળકો સાથે આંગણ વાડીની બહેનો, સી.એચ.ઓ સ્નેહા વસાવા અને નેત્રંગ આરોગ્ય વિભાગ નો સ્ટાફ તેમજ શિક્ષકો જોડાયા હતા.

 

હાથીપગો ના રોગ પોતાનો વિકરાળ પંજો વધુ ફેલાવે તે પહેલાજ આરોગ્ય વિભાગ તેને કાબુમા લેવા માટે સતત પગલા ભરી રહ્યુ છે. આ અભિયાન નેત્રંગ તાલુકામાં તમામ વિસ્તારમાં તા.૧૦ થી ૧૨ ફેબુઆરી દરમિયાન ચાલશે હાથીપગોના અટકાવવા આરોગ્ય વિભાગના કર્મચારીઓની હાજરીમા ડી.ઇ.સી.અને આલ્બેન્ડાઝોલની દવાનો ડોઝ તાલુકાના તમામ ગામોમા ઉપરોક્ત ત્રણ દિવસ દરમિયાન આપવામા આવશે. આમ જનતા આ દવાનો ડોઝ નિસંકોચ લે અને હાથીપગોનો આ ફેલાઇ રહેલા રોગથી સલામતી અપનાવે તેવી જાહેર અપીલ નેત્રંગ આરોગ્ય વિભાગ થકી કરવામા આવી છે.

[wptube id="1252022"]
Back to top button