HALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદમાં કોયબાના પાટીયા પાસે ટ્રેલરે અડફેટમાં લેતા એસટી બસ પલટી: 13 લોકો ઈજાગ્રસ્ત

હળવદમાં કોયબાના પાટીયા પાસે ટ્રેલરે અડફેટમાં લેતા એસટી બસ પલટી: 13 લોકો ઈજાગ્રસ્ત

વિશાલ જયસ્વાલ હળવદ


હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર કોયબા ગામના પાટીયા નજીક એસટી બસનો અકસ્માત થતા 13 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ઝાલોદ-સંતરામપુર-મોરબી જતી એસટી બસને કોયબાના પાટીયા પાસે ટ્રેલર નંબર આરજે-52-જીએ-5753એ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેથી એસટી બસ પલટી મારી જતા 13 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ડ્રાઈવર અને કંડકટરને વધુ ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે 108 દ્વારા ઈજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ઈજાગ્રસ્તોના નામ મનસુખભાઈ સુલેમાનભાઈ સાહિલભાઈ શોભનાબેન સવિતા નાનુભાઈ નવીન કટારા સુમિવ કનુભાઈ ભાવસિંગભાઈ સંગીતાબેન મોહનભાઈ અરવિંદભાઈ દેવિકા મુકેશભાઈ સાધુ મુકેશભાઈ સાધુ વૈસાદભાઈ જ્યારે ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ટ્રેલરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

[wptube id="1252022"]
Back to top button