વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહિસાગર જિલ્લા ના બાલાસિનોર ખાતે દાવતે ઇસ્લામી ઈન્ડિયા દ્વારા ૨ દિવસ નો ઇજતિમા (સેમિનાર) યોજાયો

સમગ્ર ભારત દેશ માં શાંતિ અને ભાઈચારા માટે કામ કરતી સંસ્થા દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા ગત તારીખ ૩ અને ૪ ફેબ્રુઆરી ,શનિ અને રવિવાર ના રોજ બાલાસિનોર કપડવંજ રોડ ખાતે બે દિવસ નો ઇજતિમા (સેમિનાર) નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાલાસિનોર તથા આજુ બાજુ થી મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં સંસ્થા ના આગેવાન/આલીમો દ્વારા સમાજ માં રહેલા કુ રિવાજો,દારૂ,જુગાર,વ્યસન, તથા જીવન ઘડતર માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માં આવ્યું હતું ! સંસ્થા ના પેટા વિભાગ ગરીબ નવાઝ ફાઉન્ડેશન દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ તથા વિના મૂલ્ય પીવા ના પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી તથા કાર્યક્રમ ના અંતે દેશ ની શાંતિ સલામતી અને ભાઈચાર માટે દુઆ કરવામાં આવી હતી.કાર્યક્રમ સફળતા માટે મહીસાગર પોલીસ બાલાસિનોર પોલીસ નો આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો.








