
રવિવારના દિને શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો. શાળાનાં બાળકો દ્વારા અલગ અલગ વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જેમાં ભેલ ખમણ, પૌંઆ, સેવપુરી, શરબત, ઢોકળાં, છાશ, પાણીપુરી, દાબેલી, બટાટાભાજી, કટલેશ ખીચું ભૂંગળા નાં ૧૪ જેટલાં સ્ટોલ લગવવામાં આવ્યા હતા.
આ આનંદ મેળાથી વિદ્યાર્થીઓમાં નાણાંકીય લેવડદેવડનાં વ્યવહારથી કેળવાય છે, તેમજ પ્રાથમિક ગાણિતિક કૌશલ્ય જેવાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, અને ભાગાકાર વ્યવહારમાં ઉપયોગ કરતા શીખે છે. લેવડદેવડ દ્વારા નફોખોટની સમજ મેળવે છે. એકબીજા સાથે ભેગા મળીને સંચાલન કરતા હોવાથી સંપ સહકાર અને બંધુત્વનાં ગુણો વિકસિત કરવાની એક વિશિષ્ટ કાર્યક્રમ કહી શકાય છે. ૯:૦૦ કલાકે વેચાણની શરૂઆત કરવામાં આવી હતી જે ૧૧:૦૦ કલાક દરમ્યાન તમામ બાળકોના વાનગીઓનું વેચાણ થઈ ચૂક્યું હતું.
આ કાર્યક્રમમાં ખેરગામ ગ્રામ પંચાયત સદસ્યશ્રી હેમલતાબેન પટેલ, એસ.એમ.સી. સભ્યો, વાલીઓ સહિત આબાલવૃદ્ધ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આજે રવિવાર હોવાથી અન્ય શાળામાં અભ્યાસ કરતા બાળકો અને વાલીઓ જોડાયા હતા.