ટંકારા : ટંકારા તાલુકાના હમીરપર ગામના પાટિયા પાસેથી ટંકારા પોલીસે એક્ટિવા લઈને પસાર થતા આરોપી ધર્મેશભાઇ લક્ષ્મણભાઇ ચાવડા રહે.હમીરપર ગામ વાળાને અટકાવી એક્ટિવાની તલાસી લેતા ડેકીમાંથી વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1200 મળી આવતા પોલીસે 60 હજારના એક્ટિવા મોટર સાયકલ સહીત 61,200નો મુદામાલ કબ્જે કરી આરોપી ધર્મેશભાઇ લક્ષ્મણભાઇ ચાવડાને અટકાયતમાં લીધો હતો. આ ઉપરાંત આરોપીએ વિદેશી દારૂના આ કિસ્સામાં આરોપી ભરતભાઇ જીવાભાઇ ચાવડા રહે.ગામ હમીરપર વાળાની સંડોવણી કબુલતા પોલીસે આરોપી ભરતને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.
[wptube id="1252022"]





