
MORBI:મોરબીના ખત્રીવાડના નાકેથી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો

મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખત્રીવાડના નાકા પાસે એક ઈસમને શંકાસ્પદ હિલચાલ કરતો ધ્યાને આવતા તેને રોકી તેની અંગ ઝડતીમાં પેન્ટના નેફામાં છુપાવી રાખેલ વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની એક બોટલ મળી આવી હતી. આ સાથે આરોપી નરવીનસિંહ ઉર્ફે નરેન્દ્રસિંહ મેરૂભા ઝાલા ઉવ.૪૮ રહે.મોરબી ખત્રીવાડ શેરી નં ૬ ની અટક કરવામાં આવી હતી. પકડાયેલ આરોપી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટે.માં પ્રોહી. એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
[wptube id="1252022"]








